Rajnath Singh COVID-19 positive : કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ થયા કોરોના સંક્રમિત
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવનારા લોકોને ટેસ્ટ કરાવવા સૂચના આપી છે.
નવી દિલ્લીઃ કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ કોરોના સંક્રમિત થયા છે. તેમણે પોતાના સંપર્કમાં આવનારા લોકોને ટેસ્ટ કરાવવા સૂચના આપી છે. તેમણે ટ્વીટ કરીને પોતે કોરોના પોઝિટીવ આવ્યા અંગેની માહિતી આપી છે. તેમણે જણાવ્યું છે કે, હું આજે હળવા લક્ષણો સાથે કોરોના માટે પોઝિટિવ આવ્યો છું. હું હોમ ક્વોરેન્ટાઇન હેઠળ છું. હું દરેકને વિનંતી કરું છું કે જેઓ તાજેતરમાં મારા સંપર્કમાં આવ્યા છે તેઓ પોતાને અલગ રાખે અને પરીક્ષણ કરાવે.
I have tested positive for Corona today with mild symptoms. I am under home quarantine. I request everyone who have recently come in my contact to isolate themselves and get tested.
— Rajnath Singh (@rajnathsingh) January 10, 2022
Corona New Cases Today: દેશમાં કોરોનાની ત્રીજી લહેર વચ્ચે તેની ઝડપ બેકાબૂ બની ગઈ છે. કોરોના વાયરસના છેલ્લા 24 કલાક દરમિયાન 1 લાખ 79 હજાર 729 નવા કેસ નોંધાયા છે જ્યારે 146 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ પછી દેશમાં કોરોનાના કુલ કેસ વધીને 3 કરોડ 57 લાખ 7 હજાર 727 થઈ ગયા છે. જ્યારે, આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં કુલ મૃત્યુઆંક 4 લાખ 83 હજાર 936 થઈ ગયો છે. કોરોનાના નવા કેસ બાદ હવે સક્રિય કેસની સંખ્યા વધીને 7 લાખ 23 હજાર 619 થઈ ગઈ છે. જો કે, અત્યાર સુધીમાં 3 કરોડ 45 લાખ 172 લોકો કોરોના રોગચાળામાંથી સાજા થયા છે. ઓમિક્રોનના વધતા જોખમ અને કોરોનાની બેકાબૂ ગતિ વચ્ચે રસીકરણ અભિયાન જોરશોરથી ચલાવવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં 151 કરોડ રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. રવિવારે દેશમાં કુલ 13 લાખ 52 હજાર 717 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એટલે કે ગઈકાલ સુધીમાં 69 કરોડ 15 લાખ 75 હજાર 352 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા સોમવારે પાંચ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય પ્રધાનો સાથે કોવિડ કેસોની સંખ્યામાં તીવ્ર વધારો વચ્ચે પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાતચીત કરશે. સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાનો ડિજિટલ માધ્યમ દ્વારા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય પ્રધાનો સાથે વાતચીત કરશે.