IAF Helicopter Crash: સંસદમાં રાજનાથ સિંહે કહ્યુ- 'આ દુર્ઘટના પર તપાસના આદેશ અપાયા છે'
તમિલનાડુના કુનુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન થયું હતું
LIVE
Background
CDS Bipin Rawat Death: તમિલનાડુના કુનુર પાસે હેલિકોપ્ટર ક્રેશમાં સીડીએસ બિપિન રાવત અને તેમના પત્નીનું નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર 10 ડિસેમ્બર એટલે કે શુક્રવારે દિલ્હી કેનટોનમેન્ટમાં કરવામાં આવશે. જનરલ રાવત અને તેમના પત્નીના પાર્થિવ દેહને આજે મિલિટ્રી વિમાનથી દિલ્હી લાવવામાં આવશે.
સાત મિનિટ અગાઉ તૂટ્યો હતો સંપર્ક
રાજનાથ સિંહે લોકસભામાં કહ્યું કે સીડીએસ જનરલ રાવત વેલિંગ્ટનમાં એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયા હતા. તેમણે 11 વાગ્યે સુલુર એરબેઝથી ઉડાણ ભરી હતી. તેઓને 12:15 વાગ્યે વેલિંગ્ટનમાં લેન્ડ થવાનું હતું. પરંતુ 12:08 વાગ્યે કોન્ટેક્ટ ગુમાવી દીધો હતો. સાત મિનિટ અગાઉ સંપર્ક તૂટ્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ જંગલમાં હેલિકોપ્ટરને સળગતું જોયું હતું. ત્યારબાદ તેમણે સ્થાનિક પોલીસને જાણકારી આપી હતી.
Lok Sabha observes two-minute silence on the demise of Chief of Defence Staff General Bipin Rawat, his wife, and other personnel in a military helicopter crash near Coonoor, Tamil Nadu
— ANI (@ANI) December 9, 2021
Image Source: Sansad TV pic.twitter.com/nSr9LGllbd
દુર્ઘટનાની તપાસના આદેશ અપાયા છે
સંસદમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે સૌ પ્રથમ સ્થાનિક લોકોને ઘટનાની જાણ થઇ હતી. રાજનાથ સિંહે કહ્યું કે આ દુર્ઘટનાની તપાસ માટેના આદેશ આપી દેવામાં આવ્યું છે. લોકસભામાં રાજનાથ સિંહે કહ્યુ કે તપાસ ટીમના અધિકારીઓ ગઇકાલે જ વેલિંગટન પહોંચીને પોતાનું કામ શરૂ કરી દીધું છે.
Indian Air Force (IAF) has ordered a tri-service inquiry into the military chopper crash. The investigation will be led by Air Marshal Manavendra Singh. The inquiry team reached Wellington yesterday itself and started the investigation: Defence Minister Rajnath Singh Lok Sabha pic.twitter.com/l6zE4Kboy6
— ANI (@ANI) December 9, 2021
Lok Sabha observes two-minute silence on the demise of Chief of Defence Staff General Bipin Rawat, his wife, and other personnel in a military helicopter crash near Coonoor, Tamil Nadu
— ANI (@ANI) December 9, 2021
Image Source: Sansad TV pic.twitter.com/nSr9LGllbd
એરફોર્સની તપાસ ટીમને મળ્યું બ્લેક બોક્સ
હેલિકોપ્ટર દુર્ઘટના બાદ એરફોર્સની તપાસ ટીમને બ્લેક બોક્સ મળ્યું છે. વાસ્તવમાં બ્લેક બોક્સ કોઇ પણ પ્લેનમાં સૌથી જરૂરી ભાગ હોય છે. બ્લેક બોક્સમા વિમાનમાં ઉડાણ દરમિયાન વિમાન સાથે જોડાયેલી તમામ ગતિવિધિઓ રેકોર્ડ થાય છે.
રાજનાથ સિંહ રાજ્યસભા અને લોકસભામાં આપશે નિવેદન
આજે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંસદમાં તમિલનાડુના કુનુરમાં થયેલા હેલિકોપ્ટર ક્રેશની ઘટના પર નિવેદન આપશે. રાજનાથ સિંહ સવારે સવા અગિયાર વાગ્યે લોકસભામાં અને ત્યારબાદ રાજ્યસભામાં નિવેદન આપશે.
ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો રાજકીય શોક
જનરલ બિપિન રાવતના નિધનના કારણે ઉત્તરાખંડમાં ત્રણ દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે.