શોધખોળ કરો
Advertisement
રાજ્યસભામાં સાંસદોના વ્યવહારથી સભાપતિ નારાજ, વિપક્ષના 8 સાંસદોને કર્યા સસ્પેન્ડ, જાણો વિગત
રાજ્યસભા સ્પીકર વેંકૈયા નાયડૂએ કાલે હંગામો કરનારા આઠ સાંસદોને સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે.
નવી દિલ્હી: કાલે રાજ્યસભામાં જે થયું તે પહેલા સંસદના ક્યારેય જોવા નથી મળ્યું. વિપક્ષના સાંસદોએ કૃષિ બીલના વિરોધમાં વેલમાં આવી હંગામો કર્યો અને રૂલ બુક ફાડવાનો પ્રયાસ કર્યો તેના પર કડક કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યસભા સ્પીકર વેંકૈયા નાયડૂએ કાલે હંગામો કરનારા આઠ સાંસદોને સાત દિવસ માટે સસ્પેન્ડ કર્યા છે. ટીએમસીના ડેરેક ઓ બ્રાયન, આમ આદમી પાર્ટીના સંજય સિંહ સહિત રાજીવ સાતવને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
આ સાંસદ થયા સસ્પેન્ડ
જે વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમાં તૃણમૂલ કૉંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન સહિત આમ આદમી પાર્ટીના સંજય સિંહ, કૉંગ્રેસના રાજીવ સાતવ, સૈયદ નાસિર હુસૈન, રિપુન બોરા અને સીપીઆઈએમના કેકે રાગેશ અને એલ્મલારાન કરીનના નામ છે. કાલે ઉપસભાપતિ હરિવંશ સામે સાંસદોના દુર્વ્યવહારના કારણે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
વિપક્ષે રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશ સામે અવિશ્વાસ પ્રસ્તાવ આપ્યો હતો જેને સભાપતિ વૈંકેયા નાડયૂએ નકારી દીધો છે. જ્યારે રાજ્યસભામાં આજે ત્રણ મુખ્ય બિલ આવશ્યક વસ્તુ (સુધારો) બિલ 2020, ભારતીય સૂચના પ્રૌદ્યૌગિકી કાનૂન સંસ્થાન(સુધારો) બિલ 2020, બેંકિંગ રેગ્યુલેશન (સુધારો) બિલ 2020 લાવવામાં આવશે.
ગઈકાલની ઘટના પર સભાપતિ એ જણાવ્યું કે તે રાજ્યસભા માટે સૌથી ખરાબ દિવસ હતો. કેટલાક સાંસદોએ પેપર ફેંક્યા, માઈક તોડ્યા, રૂલ બુકને ફેંકવામાં આવી હતી. આ ઘટનાથી હું અત્યંત દુખી છું. ઉપસભાપતિને ધમકી આપવામાં આવી અને તેમના પર આપત્તિજનક ટિપ્પણી પણ કરવામાં આવી છે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
દેશ
દુનિયા
દેશ
Advertisement