શોધખોળ કરો
Advertisement
RBI ગવર્નર આજે કરશે પ્રેસ કોન્ફરન્સ, સામાન્ય લોકો માટે મોટી જાહેરાતની શક્યતા
લોકોની માગ છે કે તેમની જુદી જુદી લોનની ઈએમઆઈને લઈને સરકાર તરફથી રાહત આપવામાં આવે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસને કારણે ઉભી થયેલ પરિસ્થિતિઓને જોતા જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારે સતત મોટી જાહેરાત કરી રહી છે ત્યારે આજે દેશમાં આરબીઆઈ આ મુદ્દે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે. આજે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસ સવારે 10 કલાકે પ્રેસ કોન્ફરન્સ કરશે અને કેહાવય છે કે તેમાં લોકોને મદદ માટે કેટલીક મોટી જાહેરાત કરી શકે છે.
આરબીઆઈ શું જાહેરાત કરી શકે છે?
આમ તો આરબીઆઈની ક્રેડિટ પોલિસી 3 એપ્રિલે આવવાની છે અને તેમાં જ આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કરવાની શક્યતા દર્શાવામાં આવી રહી છે પરંતુ કહેવાય છે કે હાલની સ્થિતિને જોતા અર્થતંત્રમાં સુધારોવ લાવવા માટે આરબીઆઈ આજે જ દરમાં ઘટાડાની જાહેરાત કરી શેક છે. ઉપરાંત લોકોની માગ છે કે તેમની જુદી જુદી લોનની ઈએમઆઈને લઈને સરકાર તરફથી રાહત આપવામાં આવે. ઉપરાંત બેંકોની સ્થિતિમાં સુધારોવ કરવા માટે પણ કેટલીક જાહેરાત કરી શકે છે.
ગઈકાલે નાણામંત્રીએ કરી 1.70 લાખ કરોડ રૂપિયાના આર્થિક પેકેજની જાહેરાત
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે આર્થિક પેકેજની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત કરીબોને 1.7 લાખ કરોડ રૂપિયાની મદદ આપવામાં આવશે. ભારત સરકારે ગઈકાલે 80 કરોડ લોકો માટે રાહતની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion