શોધખોળ કરો
RBIએ તૈયાર કર્યો પ્લાન, યસ બેંકના ગ્રાહકો માટે સારાં સમાચાર, SBI 2,450 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
સૌથી મોટી વાત એ છે કે, RBIએ આ રિકન્ટ્રક્શન સ્કીમ હેઠળ કહ્યું કે, યસ બેન્કના કર્મચારીઓની નોકરી પર કોઈ ખતરો નથી. તેમને જે પણ સુવિધાઓ મળી રહી છે તે ચાલુ રહેશે.

મુંબઈ: યસ બેન્ક સંકટને લઈ ખાતેધારોમાં દોડધામ મચી ગઈ છે. ત્યારે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)એ યસ બેન્કને બચાવવા માટે રિકન્ટ્રક્શન પ્લાન તૈયાર કરી લીધો છે. તેના પર બેન્કના શેર હોલ્ડર્સ, રોકાણકારો અને યસ બેંક અને એસબીઆઈ પાસે સલાહ સૂચનો માંગવામાં આવ્યા છે. આરબીઆઈએ ‘યસ બેન્ક રિકન્ટ્રક્શન સ્કીમ 2020’ નામ આપ્યું છે. આરબીઆઈએ તેના માટે કેટલીક શરતો પણ રાખી છે.
આરબીઆઈએ પોતાના રિકન્ટ્રક્શન સ્કીમમાં જણાવ્યું છે કે, SBIએ બેન્કનો 49 ટકા હિસ્સો લેવો પડશે. આ ભાગીદારી ત્રણ વર્ષ માટે રહેશે, ત્રણ વર્ષ બાદ આ ભાગીદારી 26 ટકાથી નીચે રાખી શકે છે. તેની સાથે અધિગ્રહણ કરનાર બેન્ક એસબીઆઈએ યસ બેન્કના શેર 10 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી લેવા પડશે.
SBIના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, બેન્કમાં થાપણદારોના નાણાં સંપૂર્ણ સુરક્ષિત છે. એસબીઆઈ ટૂંક સમયમાં યસ બેન્કમાં રૂપિયા 2,450 કરોડનું રોકાણ કરશે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના બોર્ડે યસ બેન્કમાં 49 ટકા સુધીનો હિસ્સો મેળવવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. આ યોજના પર કાયદા બાબતની ટીમ કામ કરી રહી છે.
જેમાં બે રૂપિયા ફેસ વેલ્યુ હશે અને આઠ રૂપિયા પ્રીમિયમ વેલ્યૂ. તેની સાથે સૌથી મોટી વાત એ છે કે, RBIએ આ રિકન્ટ્રક્શન સ્કીમ હેઠળ કહ્યું કે, યસ બેન્કના કર્મચારીઓની નોકરી પર કોઈ ખતરો નથી. તેમને જે પણ સુવિધાઓ મળી રહી છે તે મળતી રહેશે. Yes Bankના ફાઉન્ડર રાણા કપૂરના ઘર પર EDનો દરોડો, થયા ચોંકાવનારા ખુલાસા આ વચ્ચે યસ બેન્ક સંકટ પર કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે યસ બેન્કના ગ્રાહકોને વિશ્વાસ અપાવ્યો હતો કે તેમના પૈસા ડૂબવા નહી દઇએ. બેન્કના ગ્રાહકોના પૈસા સુરક્ષિત છે. ગ્રાહકોને ચિંતિત થવાની જરૂર નથી. રિઝર્વ બેન્કના અધિકારીઓ સમાધાન કાઢવા માટે મહેનત કરી રહ્યા છીએ.Rajnish Kumar, SBI Chairman: Plan has been received by SBI and the legal team is working on the plan. We had informed through the stock exchange that SBI board has given in-principle approval of exploring possibility of picking up a stake of upto 49% in #YesBank pic.twitter.com/e6zxl9siYv
— ANI (@ANI) March 7, 2020
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ પ્રાઇવેટ ક્ષેત્રની યસ બેન્ક પર એક મહિનાની અંદર 50 હજાર રૂપિયા ઉપાડવાની લિમિટ લગાવતા તેના ગ્રાહકોમાં દોડધામ મચી ગઇ હતી. દેશના તમામ શહેરોમાં યસ બેન્કના એટીએમ બહાર પૈસા ઉપાડવા માટે લોકોએ લાઇનો લગાવી હતી. જો કે, વિશેષ પરિસ્થિતિઓમાં ઉપાડવાની મર્યાદા પાંચ લાખ રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. જેમ કે અભ્યાસ, સરવાર અને લગ્ન માટે વધુ રકમ ઉપાડી શકાશે.
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
Advertisement