શોધખોળ કરો

Republic Day : 26 જાન્યુઆરી, 2024ની પરેડ બનશે ઐતિહાસિક, માત્ર મહિલાઓ જ ગજવશે કર્તવ્ય પથ

સંરક્ષણ મંત્રાલયે આ અંગે ગૃહ મંત્રાલય, સંસ્કૃતિ અને શહેરી વિકાસ મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયોને પણ જાણ કરી છે.

Republic Day Pared : આ વખતે પ્રજાસત્તાક દિવસે એક નવો ઈતિહાસ રચવા જઈ રહ્યો છે. જાણકારી અનુસાર 26 જાન્યુઆરી 2024ના રોજ કર્તવ્ય પથ પર માત્ર મહિલાઓ જ પરેડ કરતી જોવા મળશે. પરેડ, માર્ચિંગ સ્ક્વોડ, ટેબ્લોક્સ અને સાંસ્કૃતિક પ્રસ્તુતિઓમાં પણ માત્ર મહિલાઓ જ જોવા મળશે. રક્ષા મંત્રાલયના એક પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, વિગતવાર વિચાર-વિમર્શ પછી નિર્ણય લેવામાં આવ્યો છે કે ગણતંત્ર દિવસ 2024માં મહિલાઓની ભાગીદારી હશે.

આ પરેડિંગ ટુકડીઓમાં ટુકડીઓ પણ હોય છે જેમાં કૂચ અને બેન્ડ પરેડ દરમિયાન ટેબ્લો અને પ્રદર્શનીનો સમાવેશ થાય છે. સંરક્ષણ મંત્રાલયે આ અંગે ગૃહ મંત્રાલય, સંસ્કૃતિ અને શહેરી વિકાસ મંત્રાલય સહિત વિવિધ મંત્રાલયોને પણ જાણ કરી છે. સેનાના સૂત્રોએ જણાવ્યું છે કે, અમને આ સંબંધમાં એક પત્ર મળ્યો છે અને તેનો અમલ કેવી રીતે કરવો તે અંગે ચર્ચા ચાલી રહી છે.

સામાન્ય રીતે પ્રજાસત્તાક દિવસે કર્તવ્યપથ પર ભારતીય સેનાની ત્રણેય પાંખો તેની શક્તિનું પ્રદર્શન કરતી હોય છે. જેમાં સૈન્યની જુદી જુદી ટુકડીઓ શામેલ થતી હોય છે. સૈન્યના જવાનો દ્વારા ઘાતક હથિયારોનું પણ પ્રદર્શન કરવામાં આવે છે. આ સૈન્ય ટુકડીઓમાં મોટા ભાગે પુરૂષ જવાનો શામેલ થતા હોય છે. પરંતુ આ વખતે મોદી સરકારે ભારતીય મહિલાની તાકાતનો દુનિયાને પરિચય કરાવવાનો નિર્ણય લીધો છે. ઈતિહાસમાં પહેલીવાર પ્રજાસત્તાક દિવસની પરેડમાં તમામ મહિલાઓ શામેલ થશે. 

Republic Day 2023: કર્તવ્ય પથ પર રજૂ થઈ ગુજરાતની ઝાંખી, જાણો શું છે ખાસિયત

Republic Day 2023:  74માં પ્રજાસત્તાક પર્વની આજે ગુજરાત સહિત દેશમાં ઉજવણી થઈ રહી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગણતંત્ર દિવસના અવસર પર ત્રિરંગો ફરકાવ્યો. આ દરમિયાન 21 તોપોની સલામી આપવામાં આવી હતી. જે બાદ પરેડ શરૂ થઈ હતી. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા. 

74માં ગણતંત્ર દિવસ દિવસની ઉજવણી પ્રસંગે ક્લિન-ગ્રીન ઉર્જાયુક્ત ગુજરાત વિષય આધારિત ટેબ્લો રજુ કરી ઉર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો. કચ્છ-મોઢેરાની સાંસ્કૃતિક ઝલક અને સૌર-પવનઊર્જાના વિજ્ઞાનિક-તકનીકી અભિગમનું એકીકરણ કરીને પુનઃ પ્રાપ્ય ઊર્જાના નિર્માણ દ્વારા ઊર્જાક્ષેત્રે દેશ અને દુનિયાને નવી રાહ ચીંધવાનો ઝાંખી દ્વારા સુંદર પ્રયાસ કરવામાં આવ્યો.

ઝાંખીના પૃષ્ઠભાગમાં ગુજરાતનું જાણીતું સૂર્યમંદિર જ્યાં આવેલું છે તે મોઢેરા ગામ BESS  મારફતે દેશનું સૌ પ્રથમ 24x7 સોલાર ઊર્જા મેળવતું ગામ બન્યું છે. તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ(UN)ના સેક્ટરી-જનરલ અન્ટોનિઓ ગુટરસે સૌરઊર્જાથી આત્મનિર્ભર બનેલા મોઢેરાની મુલાકાત લઈને ગુજરાતના આ કાર્યની ખૂબ પ્રસંશા કરી હતી. આ સાથે PM KUSUM યોજના મારફત સોલાર રૂફટોપથી ખેતીમાં સિંચાઈ, કેનાલ રૂફટોપથી ઊર્જા ઉપ્તાદન, અન્ય અસ્કયામતો ઉપર પવન-સૂર્ય ઊર્જાથી ક્લિન-ગ્રીન ઊર્જા ઉત્પાદન કરીને આ ક્ષેત્રે આત્મનિર્ભરતા તેમજ આર્થિક ઉપાર્જનથી રાજ્યમાં થયેલી સુખદ ઊર્જાક્રાંતિને પ્રદર્શિત કરવામાં આવી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ બાખડ્યા બાબુ  અને નેતા?Hun To Bolish : હું તો બોલીશ : સુરેન્દ્રનગરનો કાલા પથ્થરAhmedabad Police VIDEO: DGPના આદેશ વચ્ચે અમદાવાદ પોલીસની લાપરવાહીનો પર્દાફાશGujarat Vidhan Sabha: વિક્રમ ઠાકોરની નારાજગી બાદ સરકારનો નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
GT vs PBKS: હારેલી મેચમાં પંજાબ કિંગ્સની જીત થઈ, Vijaykumar Vyshak એ પલટી મેચ
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
EPFO ને લઈ મોટા સમાચાર! ATM ભૂલી જાવ...હવે UPI દ્વારા એક મિનિટમાં મળશે PFના પૈસા  
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
Facebook Instagram Down: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ થયા ડાઉન, યૂઝર્સ પરેશાન
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
દિલ્હી બજેટમાં મોટી જાહેરાત, આ મહિલાઓને મળશે 21000 રુપિયા, જાણો આ યોજના વિશે 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
જિયો યૂઝર્સને પડી જશે મોજ, 200 દિવસ માટે રિચાર્જ અને ફ્રી કોલિંગનું ટેન્શન ખતમ 
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
Vikram Thakor: વિક્રમ ઠાકોરને સરકારનું આમંત્રણ, 300 કલાકારોને 27-28 માર્ચે સરકાર ગૃહમાં કરશે સન્માનિત
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર  700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
આરોગ્યકર્મીના આંદોલનનો આજે 9મો દિવસ, સરકાર સામે બાયો ચઢાવનાર 700થી વધુ કર્મીઓને કરાયા છુટ્ટા
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Weather forecast: રાજ્ય પર તોડાઇ રહયું છે માવઠાનું સંકટ, આ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદની આગાહી
Embed widget