શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ રાજ્યમાં આજથી ખુલશે રેસ્ટોરન્ટ અને બાર, સાવચેતી માટે રાજ્ય સરકારે બહાર પાડી ગાઈડલાન
હોટલ સ્ટાફની સમય સમય પર તપાસ કરાવવી ફરજિયાત છે. નિયમોનું પાલન ન કરનાર રેસ્ટોરન્ટ પર કાર્રવાઈ પણ થઈ શકે છે.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં આજથી રેસ્ટોરન્ટ, બાર, ફૂડ કોર્ટ આજથી ખુલી જશે. જોકે શરૂઆતમાં 50 ટકા ક્ષમતા સાથે જ રેસ્ટોરન્ટ અને બાર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. પ્રશાસન તરફથી એક ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. આ ગાઈડલાઈન અનુસાર દરેક ગ્રાહકે માસ્ક પહેરવું, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો હેન્ડ ગ્લવ્સ પહેરવું જરૂરી છે.
ગ્રાહક જ્યારે રેસ્ટોરન્ટમાં આવે એ પહેલા તેના શરીરનું તાપમાન ચેક કરવાનું રહેશે. જો કોઈ ગ્રાહકનું તાપમાન વધારે હોય તો તેને એન્ટ્રી આપવામાં નહીં આવે. રેસ્ટોરન્ટને દિવસમાં બે વખત સેનેટાઈઝ કરવાનું રહેશે. રેસ્ટોરન્ટમાં વેઈટિંગ દમરિયાન સામાજિક અંતરનું પાલન કરવું પડશે.
રૂપિયાની લેવેડ દેવડ માટે ડિજિટલ માધ્યને પ્રોત્સાહન આપવાની વાત કહેવામાં આવી છે, રોકડ રાખતા સમયે જરૂરી સાવચેતી રાખવાની રહેશે. હોટલ સ્ટાફની સમય સમય પર તપાસ કરાવવી ફરજિયાત છે. નિયમોનું પાલન ન કરનાર રેસ્ટોરન્ટ પર કાર્રવાઈ પણ થઈ શકે છે.
દેશમાં સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં
મહારાષ્ટ્રમાં કોરનાના કેસ હવે 15 લાખની તરફ આગળ વધી રહ્યા છે. રવિવારે સ્વાસ્થ્ય અધિકારીઓએ આ જાણકારી આપી હતી. સ્વાસ્થ્ય વિભાગ અનુસાર, રવિવારે કોરોનાને કારણે વધુ 326 લોકોના મોત થયા હતા. તેની સાથે જ રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 38,084 સુધી પહોંચી છે. રાજ્યમાં 13,702 નવા કેસ સામે આવવાની સાથે કુલ કોરોનાના કેસની સંખ્યા 14,43,409 થઈ ગઈ છે. અત્યાર સુધી 11,49,603 દર્દી ઠીક થઈ ગયા છે. હાલમાં 2,55,281 એક્ટિવ કેસ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બોલિવૂડ
આરોગ્ય
દુનિયા
Advertisement
gujarati.abplive.com
Opinion