News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો
Bihar: આરજેડી ચીફ લાલુ યાદવને લેન્ડ ફૉર જૉબ કેસમાં મોટી રાહત મળી છે. આ કેસની સુનાવણી દરમિયાન રાઉઝ એવન્યૂ કોર્ટે લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને જામીન આપ્યા હતા
![News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો rouse avenue court grants bail to rjd chief lalu prasad yadav and others in the case of land for job money laundering case News: લેન્ડ ફૉર જૉબ કેસમાં લાલૂ યાદવ સહિત અન્ય આરોપીઓને જામીન, રાઉસ એવન્યૂ કોર્ટનો મોટો ચૂકાદો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/06/21/2438dd0ad2224db0f0f2c57109f4c3a71718966917117169_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bihar News: આરજેડી ચીફ લાલુ યાદવને લેન્ડ ફૉર જૉબ કેસમાં મોટી રાહત મળી છે. સોમવારે આ કેસની સુનાવણી દરમિયાન રાઉઝ એવન્યૂ કોર્ટે લાલુ યાદવ, તેમના પુત્ર તેજસ્વી યાદવ, તેજ પ્રતાપ યાદવ અને અન્ય આરોપીઓને જામીન આપ્યા હતા. આ પહેલા લાલુ પ્રસાદ યાદવ અને તેમના પુત્રો તેજ પ્રતાપ યાદવ અને તેજસ્વી યાદવ નોકરી માટે જમીન કેસમાં રાઉઝ એવન્યૂ કોર્ટમાં પહોંચ્યા હતા. લાલુ યાદવની પુત્રી અને પાર્ટી સાંસદ મીસા ભારતી પણ તેમની સાથે હતી. આ કેસની આગામી સુનાવણી 25 ઓક્ટોબરે થશે.
જમીન લઇને નોકરી આપવાનો આરોપ
લાલુ પ્રસાદ યાદવ પર 2004 થી 2009 સુધી રેલ્વે મંત્રી રહીને નિયમોને બાજુ પર રાખીને 'ગ્રૂપ ડી'માં લોકોને નોકરી આપવા અને તેમની જમીન પોતાના નામે કરાવવાનો આરોપ છે. ઘણા લોકોએ આગળ આવીને પોતાના નિવેદનો દ્વારા પુષ્ટિ કરી છે કે તત્કાલિન રેલવે મંત્રી લાલુ યાદવે તેમની જમીન લીધી હતી અને તેમને ગ્રુપ ડીમાં નોકરી આપી હતી. આ કેસમાં 30 આરોપીઓ સંડોવાયેલા છે.
18 સપ્ટેમબરે જાહેર કરવામાં આવ્યુ હતુ સમન્સ
સીબીઆઈએ આ કેસમાં સામેલ અન્ય આરોપીઓ સામે પણ તપાસ માટે અરજી દાખલ કરી છે. ટૂંક સમયમાં મંજૂરીની અપેક્ષા છે. આ પહેલા 18 સપ્ટેમ્બરે પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ, પૂર્વ ડેપ્યૂટી સીએમ તેજસ્વી યાદવ અને તેજ પ્રતાપ યાદવ સહિત અન્ય આરોપીઓને સમન્સ જાહેર કરવામાં આવ્યા હતા. તપાસ એજન્સીએ રાઉઝ એવન્યૂ કોર્ટમાં મંજૂરીની નકલ રજૂ કરી છે.
સીબીઆઇ તપાસને મળી હતી મંજૂરી
લેન્ડ ફૉર જૉબ કૌભાંડ કેસમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે લાલુ યાદવ સામે તપાસ માટે સીબીઆઈને મંજૂરી આપી હતી. સીબીઆઈએ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે તપાસ માટે ગૃહ મંત્રાલયને અરજી પણ સોંપી છે. આ મામલામાં 15 ઓક્ટોબરે સુનાવણી થવાની છે. સીબીઆઈએ આ કેસમાં સંડોવાયેલા અન્ય આરોપીઓ સામે તપાસ માટે ગૃહ મંત્રાલયને અરજી પણ સોંપી છે. તપાસ એજન્સીને આશા છે કે તેમને આ મંજૂરી ટૂંક સમયમાં મળી જશે.
આ પણ વાંચો
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)