શોધખોળ કરો
Advertisement
3 લાખ કરોડ બ્લેકમની હોવાનો સરકારનો અંદાજ હતો, પરંતુ જમા થયા 9.85 લાખ કરોડ
નવી દિલ્લી: નોટબંધીના નિર્ણય કર્યા બાદ સરકારને અનુમાન હતુ કે આશરે ત્રણ લાખ કરોડ રૂપિયાનું કાળુ નાણું અર્થવ્યવસ્થામાંથી બહાર થશે, પરંતુ આ ખોટુ સાબિત થયું છે. હાલ સુધી 9.85 લાખ કરોડ રૂપિયા બેંકમાં જમા કરવામાં આવ્યા છે. આ રકમ 500 અને 1000 રૂપિયાની જૂની નોટના રૂપમાં બેંકમાં જમા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે 500 અને 1000 ની જૂની નોટ બદલવા માટે હજૂ ત્રણ સપ્તાહ જેટલો સમય છે, ત્યારે એવામાં આ રકમ વધી શકે છે. સરકારી આંકડા મૂજબ શનિવાર સાંજ સુધી 9.85 લાખ કરોડ રૂપિયાની કિંમતના નોટ બેંકમાં જમા કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનિય છે કે બંધ થયેલી જૂની નોટ લગાતાર બેંકમાં જમા કરવાનો મતલબ છે કે કાળાનાણાં રાખનારાએ તેને સફેદ કરવાનો રસ્તો મેળવી લીધો છે. પીએમ મોદીએ જનધન ખાતામાં આવેલી રકમનો પણ ઉલ્લેખ કર્યો હતો. 50,000 હજારથી વધુની રકમ પર પાન કાર્ડ નંબર આપવા ફરજિયાત છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement