શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે મોહન ભાગવતે કયા એક્ટરની કરી મુલાકાત? ભાજપમાં જોડાવવાની અટકળો તેજ
બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવત મુંબઇમાં એક અભિનેતા ઘરે સવારમાં મુલાકાત કરવા પહોંચી ગયા. શું છે મામલો
![બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે મોહન ભાગવતે કયા એક્ટરની કરી મુલાકાત? ભાજપમાં જોડાવવાની અટકળો તેજ Rss chielf mohan bhagwat meet actress mithun chakrvarti in Mumbai બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે મોહન ભાગવતે કયા એક્ટરની કરી મુલાકાત? ભાજપમાં જોડાવવાની અટકળો તેજ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/16174556/5.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘ સંચાલક મોહન ભાગવતે અભિનિતા મિથુન ચક્રવતી સાથે મુલાકાત કરી.
સંઘ પ્રમુખ મોહન ભાગવત મંગળવારે ખુદ મુંબઇમાં સ્થિત મિથુન ચક્રવર્તીના ઘરે પહોંચ્યાં હતા. બંને વચ્ચે આ મુલાકાત સવારે થઇ હતી.
અભિનેતા મિથુન ચક્રવર્તીની સંઘ પ્રમુખ ભાગવત સાથેની મુલાકાતને લઇને ઘણી અટકળો સેવાઇ રહી છે. પશ્ચિમ બંગાળની ચૂંટણી પહેલા આ મુલાકાતના કારણે અનેક અટકળો સેવાઇ રહી છે.
સંઘ પ્રમુખ મોહન ભાગવત મિથુન ચક્રવર્તી સાથે મુલાકત કરતા અભિનેતા મિથુન ભાજપમાં જોડાઇ શકે છે. તે પ્રકારની અટકળો સેવાઇ રહી છે.
મુલાકાત મુદ્દે મિથુને શું કહ્યું?
આ મુલાકાત મુદ્દે વાત કરતા મિથુન ચક્રવર્તીએ કહ્યું કે, “મારો તેની સાથે આધ્યાત્મિક જુડાવ છે. હું તેમને લખનઉમાં પણ મળ્યો હતો. આ સમયે તેમણે મુંબઇ આવે ત્યારે ઘરે આવવાનું વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે, હાલ ભાજપમાં જોડાવવા વિશે કંઇ વિચાર્યું નથી”
બંગાળમાં જન્મેલા મિથુન દાની પ્રોફાઇલમાં અભિનેતાથી માંડીને રાજનેતા અને સામાજિક કાર્યકર્તાનો અનુભવ છે. મિથુન ચક્રવર્તી તૃણમૂલ કોંગ્રેસમાંથી પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સાંસદ રહી ચુક્યા છે. બે વર્ષ બાદ તેમણે રાજ્યસભાના સાસંદ પદેથી રાજીનામુ આપી દીધું હતું
![બંગાળની ચૂંટણીના માહોલ વચ્ચે મોહન ભાગવતે કયા એક્ટરની કરી મુલાકાત? ભાજપમાં જોડાવવાની અટકળો તેજ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/16174822/55555555555.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)