શોધખોળ કરો

'મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા કયારે ટ્રાન્સફર થશે?'

નવી દિલ્લી: મારા ખાતામાં ૧પ લાખ રૂપિયા ક્યારે ટ્રાન્સફર થશે? એક વ્યકિતએ આરટીઆઇ અરજી દાખલ કરી આ સવાલ પુછ્યો છે. મુખ્ય માહિતી કમિશ્નર (સીઆઇસી)એ વડાપ્રધાન કાર્યાલયને આનો જવાબ આપવાના નિર્દેશો આપ્યા છે. અત્રે એ નોંધનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાની ચૂંટણી ર૦૧૪ દરમિયાન કહ્યુ હતુ કે, વિદેશોમાં એટલુ કાળુ નાણુ જમા છે કે દરેક વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થઇ શકે છે. તેમણે કહ્યુ હતુ કે, કાળુ નાણુ વિદેશથી પરત લાવવામાં આવશે. આ આરટીઆઇ અરજી રાજસ્થાનના ઝાલવર જિલ્લાના રહીશ કનહૈયાલાલે કરી છે. તેમણે પોતાની અરજીમાં અનેક સવાલો પુછ્યા છે. જેનો સંબંધ ર૦૧૪ની સામાન્ય ચૂંટણી દરમિયાન નરેન્દ્ર મોદીના ભાષણો સાથે છે. મુખ્ય માહિતી અધિકારી રાધાકૃષ્ણ માથુરે પીએમઓને મોકલેલા નિર્દેશમાં કહ્યુ છે કે અરજી કરનારે ઉલ્લેખ કર્યો છે કે, વડાપ્રધાને ચૂંટણીના સમયે જાહેરાત કરી હતી કે, કાળુ નાણુ ભારત લાવવામાં આવશે અને દરેક ગરીબ વ્યકિતના ખાતામાં ૧પ લાખ રૂપિયા જમા થશે. અરજી કરનાર જાણવા માંગે છે કે, પીએમ મોદીના એ વચનનું શું થયુ ? સીઆઇસીએ ઉલ્લેખ કર્યો છે કે, કનહૈયાલાલની અરજીમાં એમ પણ પુછાયુ છે કે, વડાપ્રધાને ચૂંટણી દરમિયાન દેશમાંથી ભ્રષ્ટાચારને પણ નાબુદ કરવાનુ વચન આપ્યુ હતુ પરંતુ ભ્રષ્ટાચારમાં ઘટાડાને બદલે ૯૦ ટકા વધી ગયો છે. તે જાણવા ઇચ્છે છે કે, દેશમાંથી ભ્રષ્ટાચારને દુર કરવા માટે નવો કાયદો કયારે બનાવવામાં આવશે ? કનહૈયાલાલે પોતાની અરજીમાં કહ્યુ છે કે, સરકારે જે કલ્યાણકારી સ્કીમોની જાહેરાત કરી છે એ બધી શ્રીમંતો અને મુડીપતિઓ સુધી સીમિત છે નહિ કે ગરીબો માટે. તેમણે એવો પણ સવાલ પુછયો છે કે, કોંગ્રેસની સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને રેલ્વે ટિકિટમાં જે છુટ આપવામાં આવી હતી શું તેને વર્તમાન સરકાર સમાપ્ત કરી દેશે ? સીઆઇસી માથુરે કહ્યુ છે કે, પીએમઓ તરફથી હજુ સુધી આનો જવાબ નથી અપાયો. સુનાવણી દરમિયાન મોજુદ પીએમઓના અધિકારીઓએ કહ્યુ હતુ કે, અમને અરજી મળી નથી તેથી તે અંગે કોઇ ટિપ્પણી કરી શકીએ નહી. માથુરે પોતાના આદેશમાં કહ્યુ છે કે, પ્રતિવાદીઓને આ આદેશમાં ૧પ દિવસની અંદર આ આરટીઆઇ અરજી પર ફરિયાદીને જવાબ મોકલવાનો નિર્દેશ અપાયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જમીનના જીવલેણ ઝઘડા !Hun To Bolish : હું તો બોલીશ : દર્દીઓને ચીરવાનો અને સરકારને ચૂનો લગાડવાનો પર્દાફાશAhmedabad Crime : ભુવાલડીમાં જમીન વિવાદમાં હથિયારો સાથે આતંક મચાવનાર 10 આરોપીઓની ધરપકડSurat Accident CCTV : સુરતમાં રોડની સાઇડમાં સાયકલ લઈ જતી વિદ્યાર્થિનીને ટ્રકે અડફેટે લેતા મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા-
રાજ્યસભામાં અમિત શાહ બોલ્યા- "ભાજપ સરકાર દરેક રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવશે."
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
Gold Rate Today: સોનાની કિંમતમાં ફરી મોટો ઉલટફેર, જાણો આજે પ્રતિ 10 ગ્રામનો ભાવ 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
IND W vs WI W: વેસ્ટઈન્ડિઝની શાનદાર બેટિંગ સામે ટીમ ઈન્ડિયા ફ્લોપ, બીજી ટી20માં 9 વિકેટથી હાર 
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ  વિશે
વજન ઘટાડવામાં મદદ કરશે જામફળ, જાણો અન્ય ફાયદાઓ વિશે
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
બુધવારના દિવસે કરો ભગવાન ગણેશજીની પૂજા, થશે આ લાભ  
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
Embed widget