Russia Ukraine War: ભારતના વિદેશ મંત્રીએ યુક્રેનના વિદેશ મંત્રી સાથે કરી વાત, ભારતીય વિદ્યાર્થીઓને આપ્યા આ નિર્દેશ
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી Dmytro Kuleba સાથે વાત કરી હતી.
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે યુક્રેનના વિદેશ મંત્રી Dmytro Kuleba સાથે વાત કરી હતી. એસ.જયશંકરે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યુક્રેનના વિદેશ મંત્રીએ તેમને ફોન કર્યો હતો. એસ. જયશંકરે યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ અંગે યુક્રેનના વિદેશ મંત્રી સાથે વાત કરી હતી.
EAM Dr S Jaishankar speaks to Ukrainian FM Dmytro Kuleba
— ANI (@ANI) February 25, 2022
He shared his assessment of current situation. I emphasised that India supports diplomacy & dialogue as the way out. Discussed predicament of Indians, incl students. Appreciate his support for their safe return, EAM says. pic.twitter.com/IGziEHhYDQ
એસ.જયશંકરે કહ્યું કે , મેં વર્તમાન પરિસ્થિતિને લઇને વાતચીત કરી હતી. મે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત કૂટનીતિ અને વાતચીતનું સમર્થન કરે છે. વિદ્યાર્થીઓ સહિત ભારતીયોની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી. તેમને સુરક્ષિત પાછા લાવવાના તેમના સમર્થનની પ્રશંસા કરીએ છીએ. યુક્રેનમાં હાજર તમામ ભારતીયોને તેમના વાહન પર ભારતીય ધ્વજ લગાવવા અને તેમની ઓળખ સુનિશ્ચિત કરવા ઇન્ડિયા લખવાનું કહેવામાં આવ્યું છે.
યુક્રેન-રશિયા યુદ્ધ વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયો માટે એક સારા સમાચાર છે. ભારત સરકારે આ લોકોને રેસ્ક્યુ કરવા માટે એર ઈન્ડિયાના બે વિમાન મોકલવાનો નિર્ણય કર્યો છે. આ બન્ને વિમાન શનિવારે વહેલી સવારે ઉડાન ભરશે. આ વિમાન રોમાનિયાની રાજધાની બુખારેસ્ટના રસ્તાથી લોકોને એરલિફ્ટ કરશે.
યુક્રેન બોર્ડર સુધી પહોંચી બચાવ ટુકડીઃ
આ પહેલાં ભારતીય રેસ્ક્યુ ટીમ રોમાનિયાની બોર્ડર સુધી પહોંચી ગઈ છે જ્યાંથી યુક્રેનની રાજધાની કીવ ફક્ત 12 કલાકની મુસાફરી કરીને પહોંચી શકાય છે. આ ભારતીય રેસ્ક્યુ ટીમ ભારતીય લોકોને બુખારેસ્ટ લઈને આવશે. ત્યાર બાદ આ લોકોને વિમાનમાં બેસાડવામાં આવશે. યુક્રેનમાં હાલ નાગરિકોની ફ્લાઈટો બંધ હોવાથી આ લોકોને બુખારેસ્ટથી ફ્લાઈટમાં ભારત લાવવામાં આવશે.