શોધખોળ કરો
Advertisement
શું ભારતમાં રશિયાની રસી આપવામાં આવશે? AIIMS ડાયરેક્ટર ગુલેરિયાએ આપ્યો આ જવાબ
ડો. ગુલેરિયાએ કહ્યું કે, જો આ રસી સાચી સાબિત થાય છે તો ભારતની પાસે મોટા પાયે તેનું નિર્માણ કરવાની ક્ષમતા છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ વિરૂદ્ધ રસીની રાહ જોઈ રહેલ દુનિયાની સામે 11 ઓગસ્ટના રોજ રશિયાએ પોતાની રસી રજૂ કરી છે. આ વાયરસ વિરૂદ્ધ પ્રથમ વેક્સી નછે, જેને લીલી ઝંડી મળી છે, પરંતુ તેના પ્રભાવશાળી હોવા પર સતત શક્યા વ્યક્ત કરવામાં આવી રહી છે. વિશ્વના ત્રીજા સૌથી પ્રભાવિત દેશ ભારતમાં પણ આ રસીને લાવતા પહેલા સુરક્ષાની દ્રષ્ટિએ તેની અસરને આંકવામાં આવશે. આ કહેવું છે દેશની સૌથી મોટી હોસ્પિટલ એમ્સના ડાયરેક્ટર ડો. રણદીર ગુલેરિયાનું.
મોટા પાયે રસી વિકસિત કરી શકે છે ભારતઃ ગુલેરિયા
રશિયાના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિને મંગળવારે વિશ્વનીસામે કોરોનાની પ્રથમ રસીની જાહેરાત કરી. રશિયાએ તેનું નામ ‘સ્પુતનિક’ રાખ્યું છે. જોકે, વિતેલા કેટલાક દિવસથી રશિયા રસીને લઈને ચર્ચામાં હતું અને ત્યારથી જ તેના પર શંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી.
રશિયા વેક્સીન મુદ્દે એમ્સ ડાયરેક્ટર ડો. ગુલેરિયાએ કહ્યું, “જો રશિયાની રસી સફલ થાય છે તો આપણે એ જોવાનું રહેશે કે આ રસી કેટલી સુરક્ષિત અને પ્રભાવશાળી છે. આ રસીની કોઈ સાઈડ ઇફેક્ટ્સ ન હોવી જોઈએ અને સાથે જ દર્દીને સારી રોગપ્રતિકારક ક્ષમતા અને સુરક્ષા મળે.”
ડો. ગુલેરિયાએ કહ્યું કે, જો આ રસી સાચી સાબિત થાય છે તો ભારતની પાસે મોટા પાયે તેનું નિર્માણ કરવાની ક્ષમતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion