S-400 defence system: ભારતની એસ-400 અભેદ સુરક્ષા કવચના નાયક
આ સિસ્ટમ ભારતની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે

ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવે ફરી એકવાર વિશ્વનું ધ્યાન ભારતની ડિફેન્સ ક્ષમતાઓ તરફ ખેંચ્યું છે. 7 મે 2025ના રોજ પાકિસ્તાન દ્વારા ભારતના અનેક શહેરો પર કરવામાં આવેલા ડ્રોનને ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે હવામાં જ નષ્ટ કરી દીધા હતા. સંરક્ષણ સૂત્રોના જણાવ્યા અનુસાર, S-400 એ પાકિસ્તાનથી હવામાં છોડવામાં આવેલા ઘણા ડ્રોન અને મિસાઇલોને તોડી પાડ્યા હતા. આ સિસ્ટમ ભારતની હવાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવે છે, કારણ કે તે 400 કિલોમીટર સુધીના અંતરે દુશ્મનના લક્ષ્યોને નષ્ટ કરવામાં સક્ષમ છે.
વાસ્તવમાં જ્યારે ભારતને અભેદ કિલ્લામાં ફેરવવા માટે સારી ડિફેન્સ સિસ્ટમની જરૂરિયાત ઉભી થઇ ત્યારે દિવંગત પૂર્વ સંરક્ષણ મંત્રી મનોહર પરિકરે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
મનોહર પરિકરની નિર્ણાયક ભૂમિકા
રશિયા પાસેથી એર ડિફેન્સ સિસ્ટમ એસ-400ના કરારને વાસ્તવિકતામાં ફેરવવામાં દિવંગત તત્કાલિન સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરે મુખ્ય ભૂમિકા ભજવી હતી. ડિસેમ્બર 2015માં સંરક્ષણ સંપાદન પરિષદ (DAC)ની અધ્યક્ષતા કરતી વખતે તેમણે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. તેમની વ્યૂહાત્મક વિચારસરણી અને દૂરંદેશીને કારણે ભારત આ સિસ્ટમ સમયસર મેળવી શક્યું, જે આજે દેશનું કવચ સાબિત થઇ રહ્યું છે.
S-400ની ખરીદી માટે ભારત અને રશિયા વચ્ચે કરાર
ભારત પાસે હાલમાં જે શક્તિશાળી એર ડિફેન્સ સિસ્ટમ છે જેનો શ્રેય દિવંગત તત્કાલિન સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરને જાય છે. 2018માં ભારતે રશિયા સાથે 5.4 બિલિયન ડોલર (લગભગ 39 હજાર કરોડ રૂપિયા) ના સોદા હેઠળ પાંચ S-400 સિસ્ટમ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરાર તે સમયે ભારતના સૌથી મોટા સંરક્ષણ સોદાઓમાંનો એક હતો.
50 હજાર રૂપિયાથી વધુની કરાવી હતી બચત
2016માં ભારતની લાંબાસમયગાળાની હવાઈ સંરક્ષણ યોજનાઓ પરિવર્તનમાંથી પસાર થઈ રહી હતી. પરિકરના નેતૃત્વ હેઠળ એક વ્યાપક સમીક્ષા શરૂ કરવામાં આવી હતી. સંરક્ષણ વિશ્લેષકોના મતે આ સમયસર હસ્તક્ષેપથી ભારતને ટેકનોલોજીની રીતે શ્રેષ્ઠ S-400 સિસ્ટમ મળવાની પ્રક્રિયા શરૂ થઇ હતી. આ કરાર મારફતે પરિકરે ભારતના 49,300 કરોડ રૂપિયા બચાવ્યા હતા
તે સમયે ધ ઇકોનોમિક ટાઇમ્સે અહેવાલ આપ્યો હતો કે વરિષ્ઠ અધિકારીઓએ પુષ્ટી આપી હતી કે પરિકરે વ્યક્તિગત રીતે તકનીકી પુનઃમૂલ્યાંકન માટે દબાણ કર્યું હતું. ભારતીય વાયુસેનાને વિશ્વની અન્ય એર ડિફેન્સ સિસ્ટમનું મૂલ્યાંકન કરવાનું અને દેશના ત્રણ-સ્તરીય સંરક્ષણ માળખાને સુધારવાનું કામ સોંપવામાં આવ્યું હતું. ટૂંકાઅંતરની (25 કિમી સુધી), મધ્યમ-અંતરની (લગભગ 40 કિમી), અને લાંબા-અંતરની એર ડિફેન્સ સિસ્ટમનું પણ મૂલ્યાંકન કરાયું હતું.
પર્રિકરે વાયુસેનાને ખાતરી આપી હતી કે લાંબા અંતરની S-400 ઘણી ટૂંકા અને મધ્યમ અંતરની એર ડિફેન્સ સિસ્ટમને બિનજરૂરી બનાવશે. નોંધનીય છે કે રાજદ્વારી દબાણ છતાં પરિકર અડગ રહ્યા હતા. અમેરિકાએ રશિયા પાસેથી એસ-400 ખરીદવાના બદલામાં પ્રતિબંધોની ચેતવણી આપી હતી છતાં પરિકરે ભારતની વ્યૂહાત્મક સ્વાયત્તતાને પ્રાથમિકતા આપતા સોદા સાથે આગળ વધ્યા અને પાંચ ઓક્ટોબર 2018ના રોજ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. પરિકરે અભ્યાસ કર્યો હતો કે ઓછી અને મિડિયમ રેન્જની ડિફેન્સ સિસ્ટમની આપણે જરૂર નથી. તેના કારણે ભારત પર કારણ વગર આર્થિક બોજો વધી જશે. તેના માટે તેમણે એરફોર્સ અને અન્ય અધિકારીઓ સાથે બેઠક કરી અને તમામ લોકો સહમત થયા કે આપણે ઓછી અને મધ્યમ રેન્જની સિસ્ટમની ઓછી જરૂર છે. નોંધનીય છે કે મનોહર પરિકરનું 2017માં અવસાન થયું હતું.




















