શોધખોળ કરો

Nikki Case : આફતાબથી કમ નથી સાહિલ-નિક્કીની સ્મશાનમાં જ હત્યા... ડેડબોડી સાથે 40 કિમી ફર્યો

પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મિત્રૌન ગામનો રહેવાસી આરોપી સાહિલ ગહલોતના લગ્ન 10 ફેબ્રુઆરીના રોજ થયા હતા. લાંબા સમયથી પ્રેમસંબંધ હોવાના કારણે નિક્કી યાદવ તેનો વિરોધ કરી રહી હતી.

Nikki Yadav Murder Case : વસઈની રહેવાસી શ્રદ્ધા વાકરના મૃતદેહના 35 ટુકડા કરી 300 લિટરના ફ્રિજમાં દિલ્હીના મહેરૌલી વિસ્તારમાં રાખવામાં આવ્યાના મહિનાઓ બાદ હરિયાણાની 22 વર્ષીય યુવતીની સનસનાટીભર્યા હત્યાકાંડે ફરી એકવાર રાજધાની દિલ્હીને હચમચાવી નાખી છે. તાજેતરની ઘટનામાં પીડિત નિક્કી યાદવનો મૃતદેહ દક્ષિણ-પશ્ચિમ દિલ્હીના મિત્રૌન ગામની સીમમાં આવેલા 'ઢાબા' પર રેફ્રિજરેટરમાં મળી આવ્યો હતો. પ્રેમમાં કડવાશ બાદ હત્યાની આ ઘટના ઘટી હતી. પ્રારંભિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે મિત્રૌન ગામનો રહેવાસી આરોપી સાહિલ ગહલોતના લગ્ન 10 ફેબ્રુઆરીના રોજ થયા હતા. લાંબા સમયથી પ્રેમસંબંધ હોવાના કારણે નિક્કી યાદવ તેનો વિરોધ કરી રહી હતી.

હવે આ કેસમાં એક પછી એક ખુલાસા થઈ રહ્યાં છે. નિક્કી યાદવ હત્યા કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. આરોપી સાહિલે પોલીસની સામે હત્યાની કબૂલાત કરી છે. સાહિલે પોલીસને જણાવ્યું હતું કે, તેણે નિગમબોધ સ્મશાન ભૂમિના પાર્કિંગમાં જ નિકીની હત્યા કરી હતી. કારમાં રહેલા મોબાઈલ ડેટા કેબલ વડે નિકીની ગળું દબાવીને હત્યા કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે, નિકીની હત્યા કર્યા બાદ સાહિલે તેની લાશને પાર્કિંગમાં જ છોડી દીધી હતી. તે મૃતદેહને કારમાં લઈને મિત્રૌનવ ગામમાં ખાલી પડેલા પ્લોટમાં ગયો હતો અને મૃતદેહને ત્યાં કારમાં મૂકીને તે બીજી યુવતી સાથે લગ્ન કરવા નીકળી પડ્યો હતો.

સાહિલ 10 અને 11 ફેબ્રુઆરીની રાત્રે 2 વાગે લગ્ન કરીને ઘરે પરત ફર્યો હતો. એ જ રાત્રે તે ફરી એકવાર ખાલી પ્લોટ પર પહોંચ્યો ગયો. તેણે નિકીની ડેડ બોડીને કારમાંથી બહાર કાઢીને ઢાબાના રેફ્રિજરેટરમાં મુકી દીધી હતી. લગ્નના ફંક્શન અને ઘરે રિવાજના કારણે સાહિલને નિક્કીની ડેડ બોડીને ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકવાનો મોકો મળ્યો ન હતો. જોકે એક બાતમીદારની સૂચનાના આધારે દિલ્હી પોલીસે સાહિલને ઝડપી લેતા આખો હત્યાકાંડ ખુલ્યો હતો. 

ગોવાની કન્ફર્મ ટિકિટ 

નિક્કી અને સાહિલ 2018થી એકબીજાના સંપર્કમાં હતા. બંને પહેલા ગ્રેટર નોઈડામાં અને બાદમાં દિલ્હીમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. સાહિલની સગાઈ 9 ફેબ્રુઆરીના રોજ થઈ હોવાની વાત સાંભળતા જ નિક્કીએ તેને ફોન કરીને ઉત્તમનગર બોલાવ્યો હતો, જ્યાં નિક્કીએ તેને લગ્ન ન કરવા અને ગોવા જવા કહ્યું હતું. બંને નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પણ ગયા પરંતુ કન્ફર્મ ટ્રેનની ટિકિટ ન મળી. પછી બંનેએ હિમાચલ જવાનું નક્કી કર્યું, પરંતુ આનંદ વિહાર બસ ટર્મિનલથી હિમાચલની બસ ન મળી શકી. જેથી બંને ISBT કાશ્મીરી ગેટ પહોંચ્યા હતાં. પરંતુ નિક્કીના ફોન પર સાહિલના મિત્રો અને પરિવારના સભ્યોના સતત કોલ આવતાં બંને વચ્ચેનો ઝઘડો વધી ગયો હતો અને ત્યાં જ સાહિલે હત્યાનું કાવતરું ઘડ્યું હતું.

સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, નિક્કી યાદવની ગોવામાં ગેહલોત સાથે રજાઓ ગાળવા જવાની યોજના હતી અને ફ્લાઈટની ટિકિટ બુક થઈ ગઈ હતી. જો કે, તેને ટૂંક સમયમાં ખબર પડી કે સાહિલ ગેહલોત બીજી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે. ગોવાની ટ્રીપ કેન્સલ કરવાની સાથે નિક્કીએ આરોપી સાહિલ ગેહલોત સાથે વાત કરવાનું નક્કી કર્યું. પોલીસે જણાવ્યું કે આરોપી સાહિલે તેની ગર્લફ્રેન્ડથી છુપાવ્યું હતું કે તેના લગ્ન અન્ય મહિલા સાથે નક્કી થયા છે. જ્યારે નિક્કીને તેના લગ્નની ખબર પડી ત્યારે તેણે આરોપી સાહિલ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, બંને 9 ફેબ્રુઆરીએ દિલ્હીમાં એક કારમાં ફરતા હતા. ગેહલોતના લગ્નને લઈને ઝઘડો થતાં સાહિલે નિક્કી યાદવનું તેના મોબાઈલ ફોનના ડેટા કેબલથી ગળું દબાવી દીધું હતું.

દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું કે કાશ્મીરી ગેટ પાસે નિક્કી યાદવની કારમાં હત્યા કર્યા બાદ આરોપી સાહિલે લાશને આગળની સીટ પર રહેવા દીધી હતી. તે લગભગ 40 કિલોમીટર સુધી ડ્રાઇવિંગ કરતો રહ્યો અને મિત્રોં ગામમાં તેના ઢાબા પર પહોંચ્યો. આ પછી સાહિલે મૃતદેહને તેના ઢાબામાં ડીપ ફ્રીઝરમાં રાખ્યો હતો. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને છુપાવ્યા બાદ સાહિલ તેના ઘરે ગયો અને લગ્ન પહેલાની ઉજવણીમાં સામેલ થયો. જોકે, પોલીસે સાહિલ ગેહલોતની કારને તેના ઘરેથી જપ્ત કરી છે, જેનો ઉપયોગ આ ઘટનાને અંજામ આપવા માટે કરવામાં આવ્યો હતો.

મામલો કેવી રીતે બહાર આવ્યો?

10 ફેબ્રુઆરીએ દિલ્હી પોલીસને સૂચના મળી હતી કે, નજફગઢના મિત્રૌન ગામના સાહિલ ગેહલોતે તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરી હતી અને તેના મૃતદેહને તેના ગામમાં ક્યાંક છુપાવી દીધો હતો. પોલીસે ઈન્સ્પેક્ટર સતીશ કુમારને પોલીસ ટીમ સાથે સ્થળ પર ચકાસણી માટે મોકલ્યા હતાં. જ્યારે પોલીસે કસ્ટડીમાં સાહિલની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેણે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરી હતી અને તેના મૃતદેહને મિત્રૌન ગામમાં ફિરનીમાં ખાલી પ્લોટમાં ચાલતા ઢાબાના રેફ્રિજરેટરમાં મુકી રાખ્યો હતો.

પહેલા મિત્રતા... પછી પ્રેમ...ઝઘડો અને અંતે ખેલ ખતમ 

આરોપીના કહેવા પર પોલીસે આ ઢાબાના રેફ્રિજરેટરમાંથી એક મહિલાની લાશ જપ્ત કરી હતી. આ સંદર્ભે બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનમાં FIR નંબર 76/2023 નોંધવામાં આવી હતી અને વધુ તપાસ માટે કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ સામે હત્યા માટે IPCની 302 અને પુરાવાનો નાશ કરવા માટે 201ની કલમો લગાવવામાં આવી હતી. આરોપીએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે બંને મિત્રો હતા અને 2018 થી એકબીજાને પ્રેમ કરતા હતા. જે દરમિયાન તેઓ ગ્રેટર નોઈડામાં અને બાદમાં દિલ્હીમાં જ ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. પરંતુ 2022માં આરોપીના પરિવારજનોએ તેના લગ્ન અન્યત્ર નક્કી કર્યા હતા અને 9 ફેબ્રુઆરી 2023ના રોજ સગાઈ અને 10 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દમણમાં પણ ગુજરાતીઓનો તોડ
Hun To Bolish: હું તો બોલીશ : હાઈવે પર હેરાનગતિ
Hun To Bolish: હું તો બોલીશ : ગુજરાતમાં ફિલ્મફેર
Surat Rain : સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 5 ઇંચ વરસાદ, વીરા નદી પરનો કોઝવે પાણીમાં ગરકાવ
Amreli Rain : અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ, રસ્તા પર સર્જાયા નદી જેવા દ્રશ્યો, જુઓ અહેવાલ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Gujarat Rain: વરસાદી સિસ્ટમ મજબૂત બની, અનેક જિલ્લામાં અનરાધાર વરસાદ તૂટી પડશે 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
Ahmedabad Rain: આગામી ત્રણ કલાક અમદાવાદ માટે ભારે, હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ 
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
PSI Transfer : રાજ્યના 118 PSIની કરવામાં આવી બદલી, જાણો કોને ક્યાં મૂકાયા ?
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
Gujart Rain: આજે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
75 વર્ષે નિવૃત થઈ જવા પર RSS ચીફ મોહન ભાગવતનું મોટું નિવેદન, જાણો શું કહ્યું ?
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
અશોક ગેહલોત કરતા ઘણા આગળ નિકળ્યા સચિન પાયલટ ? આ સર્વેના આંકડાએ ચોંકાવ્યા 
રેલવેમાં નોકરીની શાનદાર તક, દક્ષિણ રેલવેમાં 3500 થી વધારે પદ પર ભરતી 
રેલવેમાં નોકરીની શાનદાર તક, દક્ષિણ રેલવેમાં 3500 થી વધારે પદ પર ભરતી 
Rain Alert:  અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Rain Alert: અંબાલાલ પટેલની મોટી આગાહી, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં થશે જળબંબાકાર
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.