શોધખોળ કરો
Advertisement
ઉન્નાવઃ સાક્ષી મહારાજનું વિવાદિત નિવેદન, કહ્યું- જનસંખ્યા પ્રમાણે બને શ્મશાન અને કબ્રસ્તાન
સાક્ષી મહારાજે કહ્યું કે, મજબૂરી એ છે કે આપણી (હિંદુઓના) ધીરીજ, શાલીનતાની પરીક્ષા ન લેવામાં આવે.
ઉન્નાવઃ ભાજપ નેતા સાક્ષી મહારાજે ફરી એક વખત એવું નિવેદન આપ્યું છે જેનાથી વિવાદ થવાની સંભાવના છે. સાક્ષી મહારાજે કહ્યું કે, જનસંખ્યા પ્રમાણે કબ્રસ્તાન અને શ્માન હોવા જોઈએ. તેમણે કહ્યું કે, જોવામાં આવ્યું છે કે, કોઈ ગામમાં એક મુસલમાન હોય તો પણ કબ્રસ્તાન ઘણું મોટું હોય છે.
સાક્ષી મહારાજે કહ્યું કે, બીજી બાજુ ગામમાં લોકો માટે ઘણી વખત શ્મશાન નાનું પડતું હોય છે. એવામાં ગામના લોકોને ખેતરમાં અથવા ગંગા કિનેર અગ્નિસંસ્કાર કરવા પડતા હોય છે. સાક્ષી મહારાજે પૂછ્યું કે શું આ અન્યાય નથી. માટે જરૂરી છે કે ગામમાં જનસંખ્યા પ્રમાણે શ્મશાન અથવા કબ્રસ્તાન હોવા જોઈએ.
સાક્ષી મહારાજે કહ્યું કે, મજબૂરી એ છે કે આપણી (હિંદુઓના) ધીરીજ, શાલીનતાની પરીક્ષા ન લેવામાં આવે. જણાવીએ કે, સાક્ષી મહારાજ અહીં ભાજપ ઉમેદવારના સમર્થનમાં ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે આ નિવેદન આપ્યું. સાક્ષીના આ નિવેદન પર ફરી એક વખત વિવાદ ઉભો થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement