શોધખોળ કરો
મોદી સરકાર આવતા વર્ષથી કેન્દ્રીય-રાજ્ય સરકારના કર્મચારીઓના પગાર ઘટાડી દેશે ? જાણો મોદી સરકારે શું કહ્યું ?
એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રમ કાયદામાં ફેરફાર થવાને કારણે આગામી વર્ષથી સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવશે.

દેશમાં ચાલી રહેલ કોરોના સંકટની વચ્ચે ખોટા સમચારા પણ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં જ અનેક ન્યૂઝ વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર એક અહેવાલ વાયરલ થઈ રહ્યા હતા જે સરકારી કર્મચારીના પગાર સાથે જોડાયેલ હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે, ‘શ્રમ કાયદામાં ફેરફારને કારણે આગામી વર્ષથી સરકારી કર્મચારીઓનો પગાર ઘટાડવામાં આવશે.’ જોકે પીઆઈબી ફેક્ટ ચેક (PIB fact Check)માં આ દાવો ખોટો સાબિત થયો છે.
એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, શ્રમ કાયદામાં ફેરફાર થવાને કારણે આગામી વર્ષથી સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવશે. જોકે આ મામલે PIB fact Checkએ કહ્યું કે, આ દાવો ખોટો છે. પગાર બિલ, 2019 કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ પર લાગુ નહીં થાય.
PIB fact Checkએ ટ્વીટ કરીને કહ્યું કે, ‘એક ન્યૂઝ આર્ટિકલમાં દાવો કરવામાં આવ્યો છે કે શ્રમ કાયદામાં ફેરફાર થવાને કારણે આગામી વર્ષથી સરકારી કર્મચારીઓના પગારમાં ઘટાડો કરવામાં આવશે. આ દાવો ખોટો છે. પગાર બિલ, 2019 કેન્દ્ર અને રાજ્ય સરકારોના કર્મચારીઓ પર લાગુ નહીં થાય. નોંધનીય છે કે, પીઆઈબી ફેક્ટ ચેક કેન્દ્ર સરકારની પોલિસી- સ્કીમ, વિભાગો, મંત્રાલયોને લઈને ફેલાતી ખોટી સૂચનાઓને રોકવા માટેનું કામ કરે છે. સરકારથી જોડાયેલી કોઈ પણ ખબર સાચી છે કે ખોટી તે જાણવા માટે પીઆઈબી ફેક્ટ ચેકની મદદ લઈ શકાય છે. કોઈ પણ પીઆઈબી ફેક્ટ ચેકનો સંદેહાત્મક સમાચારનો સ્ક્રિનશોટ, ટ્વિટ, ફેસબુક પોસ્ટ અથવા યુઆરએલ વોટ્સએપ નંબર 918799711259 પર મોકલી શકો છો. અથવા પછી pibfactcheck@gmail.com પર મેઈલ કરી શકો છો.एक न्यूज़ आर्टिकल में दावा किया जा रहा है कि श्रम क़ानून में बदलाव होने के कारण अगले वर्ष से सरकारी कर्मचारियों का वेतन कम हो जाएगा। #PIBFactCheck: यह दावा फर्जी है। वेतन विधेयक, 2019 केंद्र और राज्य सरकारों के कर्मचारियों पर लागू नहीं होगा। pic.twitter.com/Et2tI62mMb
— PIB Fact Check (@PIBFactCheck) December 28, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement