Sandeshkhali: આખરે TMCએ સંદેશખાલી કેસના આરોપી શાહજહાંને કર્યો સસ્પેન્ડ, BJP પાસે કરી માગ- તમે પણ બ્રિજભુષણ સામે કરો કાર્યવાહી
Sheikh Shahjahan Suspended: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીએ સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શેખ શાહજહાંને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.
Sheikh Shahjahan Suspended: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) પાર્ટીએ સંદેશખાલી કેસના મુખ્ય આરોપી શેખ શાહજહાંને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધો છે.આ સાથે ટીએમસીએ ભાજપ પર પણ નિશાન સાધ્યું અને માંગ કરી કે તેણે આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા, બ્રિજ ભૂષણ સિંહ અને અજય મિશ્રા ટેનીને પણ હાંકી કાઢવી જોઈએ.
#WATCH | TMC leader Derek O'Brien in Kolkata announces, "TMC has decided to suspend Sheikh Shahjahan from the party for six years." pic.twitter.com/AYq3wtktBR
— ANI (@ANI) February 29, 2024
પાર્ટી વતી એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા ડેરેક ઓ'બ્રાયને કહ્યું કે, “શેખ શાહજહાંને ટીએમસીમાંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કારણ કે બે પ્રકારના પક્ષો છે. એક પક્ષ માત્ર બોલે છે અને અમે એક્શન લઈએ છીએ. હકીકતમાં, સંદેશખાલીની ઘણી મહિલાઓએ આરોપ લગાવ્યો છે કે શેખ શાહજહાં અને તેના સહયોગીઓએ તેમનું યૌન ઉત્પીડન કર્યું હતું. તેઓએ જમીન પર અતિક્રમણ પણ કર્યું છે. 55 દિવસથી ફરાર શેખ શાહજહાંની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી.
શેખ શાહજહાંને કસ્ટડીમાં મોકલ્યો
અધિક પોલીસ મહાનિર્દેશક (દક્ષિણ બંગાળ) સુપ્રતિમ સરકારે કહ્યું કે શેખ શાહજહાંને ઉત્તર 24 પરગણા જિલ્લાના સુંદરબનની સીમમાં સંદેશખાલીથી લગભગ 30 કિમી દૂર મિનાખાન પોલીસ સ્ટેશન વિસ્તારના એક ઘરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે શેખ કેટલાક સહયોગીઓ સાથે તે ઘરમાં છુપાયો હતો. કોર્ટે તેને 10 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. કોલકાતા હાઈકોર્ટે બુધવારે જ કહ્યું હતું કે સીબીઆઈ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) અથવા પશ્ચિમ બંગાળ પોલીસ શેખની ધરપકડ કરી શકે છે. જેના 24 કલાકમાં જ શેખને કસ્ટડીમાં લેવામાં આવ્યો.
EDની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો
5 જાન્યુઆરીના રોજ, પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના સંદેશખાલીમાં આશરે એક હજાર લોકોના ટોળાએ ED અધિકારીઓ પર હુમલો કર્યો જ્યારે તેઓ રાજ્યમાં કથિત રાશન વિતરણ કૌભાંડની તપાસના સંદર્ભમાં શેખના પરિસરમાં દરોડા પાડવા આવ્યા હતા. ત્યારથી તે ફરાર હતો.
કોણ છે શેખ શાહજહાં?
શેખ શાહજહાં હાલમાં જિલ્લા પરિષદના સભ્ય છે. 5 જાન્યુઆરીએ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમ પર હુમલા બાદથી તે ફરાર હતો અને આખરે ગુરુવારે સવારે પકડાયો હતો. તેના અને તેના લોકો પર સ્થાનિક મહિલાઓ સાથે બળજબરી અને બળાત્કાર જેવા ગંભીર આરોપો પણ છે. આ મહિનાની શરૂઆતમાં સંદેશખાલીની મહિલાઓએ આંદોલનની જાહેરાત કરી હતી. આ દરમિયાન આગચંપી અને હિંસાની ઘટનાઓ પણ બની હતી. ટોળાએ શેઠના લોકોની ઘણી મિલકતો લૂંટી લીધી હતી. દરિરી જંગલ વિસ્તારમાં તેના સહયોગી શિબુ હાઝરા દ્વારા કબજે કરાયેલ જમીન પર બનાવેલ પોલ્ટ્રી ફાર્મ પણ આ હિંસાનો ભોગ બન્યું હતું.