Sanjay Singh Bail: 6 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા બાદ સંજય સિંહે શું આપી પહેલી પ્રતિક્રિયા
Excise Policy Case: આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને બુધવારે (3 એપ્રિલ) ના રોજ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે હાથ ઉંચા કરીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું.
Excise Policy Case: આમ આદમી પાર્ટી (AAP) ના રાજ્યસભા સાંસદ સંજય સિંહને બુધવારે (3 એપ્રિલ) ના રોજ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ તેમણે હાથ ઉંચા કરીને કાર્યકરોનું અભિવાદન કર્યું હતું. આ પહેલા મંગળવારે (2 એપ્રિલ) સુપ્રીમ કોર્ટે તેમને દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં જામીન આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતના આદેશ મુજબ, સંજય સિંહને તમામ કાયદાકીય પ્રક્રિયાઓ પૂર્ણ કર્યા બાદ તિહાર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે જામીનની શરતો નીચલી કોર્ટ નક્કી કરશે.
#WATCH | AAP MP Sanjay Singh walks out of Delhi's Tihar Jail after being granted bail in Delhi excise policy case pic.twitter.com/ESizmHdAcV
— ANI (@ANI) April 3, 2024
બુધવારે ટ્રાયલ કોર્ટે સંજય સિંહને તેમનો પાસપોર્ટ સરેન્ડર કરવા, નેશનલ કેપિટલ રિજન (NCR) ની બહાર જતા પહેલા તેમના પ્રવાસના કાર્યક્રમ વિશે જાણ કરવા અને તેમના ફોનનું 'લોકેશન' હંમેશા ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો હતો. કોર્ટે સંજય સિંહને રૂ. 2 લાખના અંગત બોન્ડ અને એટલી જ રકમની સિક્યોરિટી ડિપોઝીટ જમા કરાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.
#WATCH | Delhi: Aam Aadmi Party (AAP) MP Sanjay Singh addresses party workers as he walks out of Tihar Jail. pic.twitter.com/sfpeZNa9JX
— ANI (@ANI) April 3, 2024
તિહાડ જેલમાંથી બહાર આવતાની સાથે જ તેણે સૌથી પહેલા જેલના મુખ્ય દ્વાર પર રાહ જોઈ રહેલા પક્ષના લોકો અને સમર્થકોનો હાથ હલાવીને અભિવાદન સ્વીકાર્યું. તેમના પત્ની અનિતા સિંહે બુધવારે સવારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું હતું કે, તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ તેઓ સૌથી પહેલા સીએમ અરવિંદ કેજરીવાલના ઘરે પહોંચશે અને સુનીતા ભાભીને મળશે.
#WATCH | As soon as AAP MP Sanjay Singh walks out of Tihar Jail on bail, he says, "Jashn manane ka waqt nahi aya hai, sangharsh ka waqt hai'...Our party's senior leaders Arvind Kejriwal, Satyendar Jain and Manish Sisodia are being kept behind bars. I have confidence that the… pic.twitter.com/bIYrJzUC5i
— ANI (@ANI) April 3, 2024
ઇડીએ 4 ઓક્ટોબરે ધરપકડ કરી હતી
દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટીના સાંસદ સંજયને 4 ઓક્ટોબર, 2023ના રોજ દિલ્હીમાં તેમના સરકારી આવાસ પરથી ED દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ કરતા પહેલા EDએ સંજય સિંહની કેટલાક કલાકો સુધી પૂછપરછ કરી હતી. જે બાદ AAP સાંસદને જામીન મળી શક્યા નથી. જ્યારે મંગળવારે સુપ્રીમ કોર્ટે EDનો પક્ષ જાણ્યા બાદ તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.