શોધખોળ કરો

રાહુલ ગાંધીને કાશ્મીર બતાવવા માટે વિમાન મોકલીશું- સત્યપાલ મલિક

જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાની ખબરો સંબંધી ટીપ્પણી વિશે કહ્યું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીનો પ્રવાસ કરાવવા અને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે તેઓ એક વિમાન મોકલશે.

જમ્મુ: જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની કાશ્મીરમાં હિંસાની ખબરો સંબંધી ટીપ્પણી વિશે કહ્યું કે કૉંગ્રેસના પૂર્વ અધ્યક્ષને ઘાટીનો પ્રવાસ કરાવવા અને સ્થિતિનું નિરિક્ષણ કરવા માટે તેઓ એક વિમાન મોકલશે. રાજ્યપાલે કહ્યું કે રાહુલ ગાંધીએ પોતાની પાર્ટીના એક નેતાના વ્યવહાર વિશે શરમ અનુભવવી જોઈએ જેઓ સંસદમાં મૂર્ખની જેમ વાતો કરે છે. મલિકે કહ્યું, 'મે રાહુલ ગાંધીને અહીં આવવા માટે આમંત્રણ આપ્યું છે. હું તમારા માટે વિમાન મોકલીશ એટલે તમે સ્થિતિનું નિરિક્ષણ કરી શકો અને બાદમાં બોલજો. તમે એક જવાબદાર વ્યકિત છો અને તમારે આવી રીતે વાત ન કરવી જોઈએ.' રાજ્યપાલ કાશ્મીરમાં હિંસા સંબધી કેટલાક નેતાઓના નિવેદન વિશે પૂછવામાં આવેલા સવાલોના જવાબ આપી રહ્યા હતા. શનિવારે રાત્રે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જમ્મુ-કાશ્મીરથી હિંસાની ખબર સામે આવી છે અને પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ પારદર્શી રીતે આ મામલે ચિંતા વ્યક્ત કરવી જોઈએ. રાજ્યપાલે કહ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનો કોઈ સાંપ્રદાયિક દ્રષ્ટિકોણ નથી. રાજ્યપાલ મલિકે કહ્યું આ મુદ્દાને કેટલાક મુઠ્ઠીભર લોકો હવા આપી રહ્યા છે પરંતુ તેઓ સફળ નહી થાય. તેમણે કહ્યું, વિદેશી મીડિયાએ (ખોટુ રિપોર્ટિંગ કરવાનો) પ્રયાસ કર્યો અને અમે તેમને ચેતવણી આપી છે. તમામ હોસ્પિટલ તમારા માટે ખુલ્લા છે અને કોઈ એક વ્યક્તિને ગોળી લાગી હોય તો તમે સાબિત કરી બતાવો. જ્યારે કેટલાક યુવકો હિંસા કરી રહ્યા હતા ત્યારે 4 લોકોને પેલેટથી પગમાં ગોળી મારવામાં આવી છે અને તેમાં કોઈ ગંભીર રીતે ઘાયલ નથી થયું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ

PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે

ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ

JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'

ABP Premium

વિડિઓઝ

EPFO News:EPFO ખાતા ધારકો માટે મોટો નિર્ણય, હવે ATMની જેમ જ લઈ શકાશે પૈસાRajkot Fire: રાજકોટના ગોપાલ નમકીનમાં લાગેલી આગને લઈને સૌથી મોટા સમાચાર | Abp AsmitaKutch Earthqauke : રાપરની ધ્રુજી ગઈ ધરા, 2.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો;જુઓ સ્થિતિDelhi Winter :છેલ્લા 14 વર્ષમાં પહેલી વાર ડિસેમ્બર મહિનામાં ઠંડીનું તાપમાન ગયું 5 ડિગ્રી નીચે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
Relail Inflation: ઘટી ગઈ મોંઘવારી, આરબીઆઈ માટે રાહતના સમાચાર... જાણો કઈ વસ્તુઓ સસ્તી થઈ
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
PMJAY યોજના માટે રાજ્ય સરકાર નવી માર્ગદર્શિકા બહાર પાડશે, હોસ્પિટલોએ આ કામ ફરજિયાત કરવું પડશે
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
ફેર એન્ડ હેન્ડસમ ક્રીમ લગાવ્યા પછી પણ છોકરો ગોરો ન થયો, કોર્ટે કંપની પર લગાવ્યો 15 લાખનો દંડ
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
JNUની પૂર્વ વિદ્યાર્થી નેતા શેહલા રાશિદનું નિવેદન, 'PM મોદી મુસ્લિમો માટે કામ કરે છે પરંતુ...'
2024માં પાકિસ્તાનીઓ ભારત વિશે Google પર શું સર્ચ કરતાં રહ્યા? આખી યાદી જોશો તો તમે પણ ચોંકી જશો

Look Back 2024: દેશે આ વર્ષે ગુમાવ્યા રાજનીતિના 5 દિગ્ગજો, જાણો તેમનું યોગદાન

Cold Wave:રાજ્યમાં આ તારીખ બાદ પડશે કડકડતી ઠંડી,  અંબાલાલ પટેલે કરી આગાહી, કોલ્ડવેવનું એલર્ટ

Home Loan: જો તમે લોનના આટલા હપ્તા ન ચૂકવો તો બેંક તમને ડિફોલ્ટર જાહેર કરશે, જાણો પછી તમારું શું થશે?

Embed widget