શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં રેલવે ટ્રેકની નજીક આવેલી ઝૂપડપટ્ટી હટાવવાનો આદેશ આપી શું કરી ટકોર, જાણો વિગત
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, રેલવે લાઈનની આસપાસ દબાણ દૂર કરવામાં કોઈપણ રાજકીય દબાણ કે દખલગીરીને ચલાવી લેવામાં આવશે નહીં.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે ત્રણ મહિનાની અંદર નવી દિલ્હીમાં 140 કિલોમીટર લાંબી રેલ લાઈનની આસપાસના આશરે 48 હજાર ઝૂપડા હટાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું કે, આ અંગે કોઈ અદાલત સ્ટે પણ ન આપે. સુપ્રીમ કોર્ટના આદેશમાં કહેવામાં આવ્યું છે કે રેલવે લાઇનની આસપાસ દબાણ સંબંધે જો કોઈ અદાલત વચગાળાનો આદેશ જાહેર કરશે તો તે પ્રભાવી નહીં રહે.
રેલવેએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, દિલ્હી એનસીઆરમાં 140 કિલોમીટર લાંબી રેલવે લાઈનની સાથે ઝૂપડાવાસીઓનું દબાણ છે. જેમાં 70 કિલોમીટર લાઈનની સાથે આશરે 48000 ઝૂપડાઓ આવેલા છે. રેલવેએ કહ્યું કે, એનજીટીએ ઓક્ટોબર 2018માં ઝૂંપડા હટાવવા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ રાજકીય કારણોસર રેલવે લાઈન આસપાસથી દબાણ હટાવી શકાયું નથી.
રેલવેએ કહ્યું, આમાંથી ઘણા દબાણ રેલવેના સુરક્ષા ઝોનમાં છે. જે ઘણું ચિંતાજનક છે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે, ઝૂંપડા હટાવવા આયોજનબદધ કામ કરવામાં આવે. રેલવે સુરક્ષા ઝોનમાં સૌથી પહેલા દબાણ દૂર કરવામાં આવે, આ માટે ત્રણ મહિનાનો સમય આપવામાં આવ્યો છે.
સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક કહ્યું કે, રેલવે લાઈનની આસપાસ દબાણ દૂર કરવામાં કોઈપણ રાજકીય દબાણ કે દખલગીરીને ચલાવી લેવામાં આવશે નહીં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
દેશ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion