શોધખોળ કરો
Advertisement
સેનામાં મહિલા અધિકારીઓને મળે સ્થાઇ કમીશન, નેતૃત્વ વાળા પદો આપવા પર પણ વિચારઃ સુપ્રીમ કોર્ટ
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે નિર્ણય સંભળાવતા કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ વિકાસવાદી પ્રક્રિયા છે
નવી દિલ્હીઃ સેનામાં સ્થાઇ કમીશન મેળવવાથી વંચિત રહી ગયેલી મહિલા અધિકારીઓની અરજી પર સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણય સંભળાવી દીધો છે.
દિલ્હી હાઇકોર્ટના નિર્ણય પર મહોર મારતા સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવી છે. સાથે કેન્દ્રને નિર્ણય લાગુ કરવા ત્રણ મહિનાની મુદત આપી છે. સુપ્રીમ કોર્ટનો નિર્ણય કૉમ્બેટ વિંગ છોડીને બાકી બધી વિંગ પર લાગુ થશે.
જસ્ટિસ ડીવાઇ ચંદ્રચૂડ અને જસ્ટિસ અજય રસ્તોગીની બેન્ચે નિર્ણય સંભળાવતા કહ્યું કે સેનામાં મહિલા અધિકારીઓની નિયુક્તિ વિકાસવાદી પ્રક્રિયા છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને ફટકાર લગાવતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના નિર્ણય પર રોક નથી લગાવી.
સુપ્રીમ કોર્ટ નિર્ણય સંભળાવતા કહ્યું કે, જ્યારે રોક નથી લગાવવામાં આવી તો પછી કેન્દ્રએ હાઇકોર્ટના નિર્ણયને લાગુ નથી કર્યો. હાઇકોર્ટના નિર્ણય પર કાર્યવાહી કરવાનુ કોઇ કારણ કે પછી ઔચિત્ય નથી રહેતુ. સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટના 9 વર્ષના નિર્ણય બાદ કેન્દ્ર 10 કલમો માટે નવી નીતિ લઇને આવે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement