શોધખોળ કરો
Advertisement
કોરોનાઃ PM CARES Fund ની રચના પર સવાલ, સુપ્રીમ કોર્ટમાં આજે થશે સુનાવણી
વિપક્ષ તરફથી આ ફંડમાં આપનારી રકમને CSR માનવાને પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં પીએમ કેયર્સ ફંડની રચનાની તપાસ કરવાની માંગ કરાઇ છે.
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારી વિરુદ્ધ દેશમાં અલગ અલગ મોરચા પર લડાઇ ચાલી રહી છે. આ પડકારના સમયમાં લોકો મદદ માટે આગળ આવ્યા છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી ‘PM-Cares Fund’ની શરૂઆત કરી હતી. જેમાં અનેક બિઝનેસમેનોથી લઇને સામાન્ય લોકોએ દાન આપ્યું છે. જેના પર હવે વિવાદ શરૂ થઇ ગયો છે. વિપક્ષ તરફથી આ ફંડમાં આપનારી રકમને CSR માનવાને પર સવાલ ઉઠાવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટમાં દાખલ એક અરજીમાં પીએમ કેયર્સ ફંડની રચનાની તપાસ કરવાની માંગ કરાઇ છે.
વાસ્તવમાં પીએમ કેયર્સમાં આપનારી રકમને કોર્પોરેટ મંત્રાલય દ્ધારા CSR હેઠળ માનવામાં આવશે. જ્યારે મુખ્યમંત્રી ફંડમાં આપનારી રકમની સાથે એવું નથી જેને લઇને વિપક્ષ સવાલ ઉઠાવી રહ્યું છે. વકીલ એમએલ શર્મા તરફથી સુપ્રીમ કોર્ટમાં પીએમ કેયર્સને લઇને અરજી દાખલ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, તેની રચના કોઇ પણ પ્રકારના વટહુકમ જાહેર કર્યા વિના ગેજેટના આધાર પર થઇ છે. સરકારે એક નોટિફિકેશન જાહેર કર્યું અને વડાપ્રધાને લોકો પાસે મદદ માંગી લીધી.
અરજીમાં વકીલે આ ટ્રસ્ટના ટ્રસ્ટી કોણ છે. તેની જાણકારી માંગી છે અને કામ કરવાની રીત પર સવાલ પૂછ્યો છે. અરજીમાં માંગ કરવામાં આવી છે કે તેની તપાસ કોર્ટની દેખરેખમાં એક એસઆઇટીની ટીમ કરે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેની આગેવાનીમાં સુપ્રીમ કોર્ટની બેન્ચ આ મામલામાં વીડિયો કોન્ફરન્સિંગ મારફતે સુનાવણી કરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement