School Reopening: યૂપી, બિહાર, દિલ્હી, MP સહિત અન્ય રાજ્યોમાં ક્યારથી ખુલશે સ્કૂલ ? જુઓ લિસ્ટ
આ વર્ષે એપ્રિલમાં ભારતમાં આવેલ કોરના સંક્રમણની બીજી ઘાતક લહેરને કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાની ફરજ પડી હતી.
પ્રધાનમંત્રી નરનેદ્ર મોદી દ્વારા 24 માર્ચ 2020ના રોજ લગાવાવમાં આવેલ દેશવ્યાપી લોકડાઉનને કારણે સ્કૂલ-કોલેજો પણ બંધ થઈ ગઈ હતી. ત્યાર બાદ ઓનલાઈન ક્લાસીસ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે. આ વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં અનેક રાજ્યોમાં સીનિયર ક્લાસીસ માટે સ્કૂલ ખોલવામાં આવી હતી.
આ એપ્રિલમાં ભારતમાં આવેલ કોરના સંક્રમણની બીજી ઘાતક લહેરને કારણે ફરી એક વખત સ્કૂલ બંધ કરવાની ફરજ પડી હતી. જ્યારે હવે કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે ત્યારે અનેક રાજ્ય સરકારો હવે ફરીથી સ્કૂલ ખોલવાની યોજના બનાવી રહી છે. આવો જાણીએ ક્યા ક્યા રાજ્યમાં ફરીથી સ્કૂલ ખોલવામાં આવી છે અથવા ટૂંકમાં જ ખોલવામાં આવશે.
ઉત્તર પ્રદેશ - ઉત્તર પ્રદેશમાં સ્કૂલ 1 જુલાઈથી એકેડમિક કાર્યો માટે ફિઝિકલ મોડ પર ખોલવામાં આવી છે. જોકે વિદ્યાર્થીઓને સ્કૂલ આવાવની મંજૂરી નથી. તેમને હાલમાં ઓનલાઈન જ અભ્યાસ ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં માત્ર શિક્ષકોની સાથે સાથે નોન ટિચિંગ સ્ટાફને સ્કૂલ આવાવની મંજુરી આપી છે.
બિહાર - બિહાર રાજ્યમાં સ્કૂલ ફરીથી ખોલવાને લઈને મુખ્યમંત્રી નીતીશ કુમારે ટ્વીટ કર્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “યૂનિવર્સિટીસ, તમામ કોલેજ, ટેક્નીકલ શિક્ષણ સંસ્થા, સરકારી તાલીમ કેન્દ્ર, ધોરણ 11-12 સુધીની સ્કૂલમાં 50 ટકા વિદ્યાર્થીઓ હાજર રાખીને ખોલી શકાશે. વયસ્ક વિદ્યાર્થીઓ શિક્ષક, અને શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓ માટે રસીકરણની ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.”
તેલંગાણા - તેલંગાણાના કેજીથી લઈને સ્નાતક સ્તર સુધીના ક્લાસ 1 જુલાઈથી ફરીથી શરૂ થઈ ગયા છે.
મધ્ય પ્રદેશ - પહેલાની નોટિસ અનુસાર મધ્ય પ્રદેશમાં સ્કૂલ 1 જુલાઈથી ખુલવાની હતી, પરંતુ 28 જૂનના રોજ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો હતો. મધ્ય પ્રદેશમાં સીએમ શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં સરકારે કહ્યું કે, સ્કૂલ ફરીથી ખોલવા પર નિર્ણય કેન્દ્ર, અન્ય રાજ્યો અને નિષ્ણાંતોની સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે.
ગુજરાત – રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, ‘રાજ્ય સરકારની ઉચ્ચ સ્તરીય બેઠકમાં નિર્ણય આવ્યા બાદ ગુજરાતમાં સ્કૂલ ફરીથી ખોલવામાં આવશે. આ પહેલાની જેમ જ આ નિર્ણય ત્યારે લેવામાં આવશે જ્યારે કોલેજ ફીથી ખુલી જશે અને ધોરણ 9, 10, 11 અને 12ના ક્લાસ ફરીથી શરૂ કરવામાં આવે.
ઉત્તરાખંડ – રાજ્ય સરકારે ખાનગી અને સરકારી સ્કૂલમાં 1 જુલાઈથી ઓનલાઈન ક્લાસ શરૂ કરવાની મંજૂરી આપી છે. જોકે રાજ્યમાં હજુ સુધી સ્કૂલ ખોલવા અને વિદ્યાર્થીઓને સ્કૂલમાં હાજરી પર હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.