શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મોદી સરકારે આ આખા રાજ્યને જ હોટસ્પોટ જાહેર કર્યું, લાંબા સમય સુધી લોકડાઉનમાં જ રહેવું પડશે
6 મેટ્રો સિટી- દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ, ચેન્નાઇ, કોલકાતા અને હૈદરાબાદને પણ હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
નવી દિલ્હીઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કોરોનાથી પ્રભાવિત દેશના 170 જિલ્લાઓને હોટ સ્પોટ (રેડ ઝોન) જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 6 મેટ્રો સિટી- દિલ્હી, મુંબઇ, બેંગ્લુરુ, ચેન્નાઇ, કોલકાતા અને હૈદરાબાદને પણ હોટ સ્પોટ જાહેર કરવામાં આવ્યા છે.
આ યાદીમાં તમિલનાડુના સૌથી વધુ 22 જિલ્લા છે પણ ટકાવારીની રીતે દિલ્લી ટોચ પર છે. આખું દિલ્લી રાજ્ય હોટ સ્પોટ એટલે કે રેડ ઝોનમાં છે. દિલ્લીના શહેરી વિસ્તાર ઉપરાંત તેના તમામ નવ જિલ્લા હોટ સ્પોટ જાહેર કરાયા છે. દિલ્લીના દક્ષિણ દિલ્લી, શહાદરા, દક્ષિણ પૂર્વ, ઉત્તર, મધ્ય, પૂર્વી અને નવી દિલ્લી જિલ્લા એમ તમામ રેડ ઝોનમાં છે. તેના કારણે દિલ્લીમાં લાંબા સમય સુધી કોઈ છૂટછાટ મળવાની શક્યતા નથી. દિલ્લીમાં છેલ્લા 24 કલાકમાં 17 નવા કેસ સામે આવ્યા છે. દક્ષિણ દિલ્લીમાં એક પિઝ્ઝા ડિલેવરી બોય પોઝિટિવ મળ્યો. ત્યા રબાદ તેના સંપર્કમાં આવેલા 72 પરિવારોને કવોરન્ટીન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સાથે કામ કરનાર 16 કર્મચારીઓને પણ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
આ યાદીમાં મહારાષ્ટ્ર, રાજસ્થાન અને આંધ્ર પ્રદેશ 11-11 જિલ્લા સાથે બીજા નંબરે છે. મધ્યપ્રદેશ અને ગુજરાતના 6-6 જિલ્લા પણ હોટસ્પોટની યાદીમાં છે. સ્વાસ્થ્ય મંત્રાલયે બહાર પાડેલી યાદી અનુસાર, હોટસ્પોટ અથવા રેડ ઝોનમાં એવા જિલ્લા અથવા શહેર છે, જ્યાં દેશ અથવા રાજ્યના 80 ટકાથી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે વિસ્તારોમાં સંક્રમણ વધારે છે અને 4 દિવસથી ઓછા સમયમાં કેસ બમણા થાય છે. તેમને પણ હોટ સ્પોટ ગણવામાં આવશે. ગ્રીન ઝોનમાં એ વિસ્તારો છે કે જ્યાં 28 દિવસથી સંક્રમણનો કોઈપણ કેસ નોંધાયો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion