શોધખોળ કરો
Advertisement
Oxford Vaccine: શું ભારતમાં આજે મળી જશે કોરોના વેક્સીનને મંજૂરી ? સીરમના આવેદન પર એક્સપર્ટ પેનલની બેઠક
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ સરકારને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન આપ્યું હતું.
નવી દિલ્હી: કોરોના વાયરસને અટકાવવા માટે અનેક દેશોમાં કોરોના વેક્સીનને મંજૂરી આપી દેવામાં આવી છે. ત્યારે હવે ભારતમાં પણ કોરોના વેક્સીનને આજે મંજૂરી મળી જાય તેવા અણસાર છે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી જ ભારતમાં પણ કોરોના વેક્સીનને મંજૂરી આપવામાં આવી શકે છે. તેની વચ્ચે આજે એક્સપર્ટ પેનલે(SEC) સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાના આવેદન પર વિચાર કરવા માટે બેઠક બોલાવી છે.
સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં જ સરકારને ઓક્સફોર્ડની કોરોના વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે આવેદન આપ્યું હતું. હવે ન્યૂઝ એજન્સી એએનઆઈના હવાલાથી એક સરકારી અધિકારીનું કહેવું છે કે, આજે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની વિષય વિશેષજ્ઞો સમિતિ(SEC) દ્વારા કોવિડ-19 વેક્સીનના ઈમરજન્સી ઉપયોગ માટે સીરમના આવેદન પર વિચાર કરવા માટે બેઠક મળશે.
આ બેઠકમાં સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયાની વેક્સીનનું રિવ્યૂ થશે. જ્યારે વિષય વિશેષજ્ઞ સમિતિ કોરોના વેક્સીના ડેટાનો રિવ્યૂ કર્યા બાદ પોતાની ભલામણ કરશે. સમિતિ દ્વારા આ ભલમાણ ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને આપવામાં આવશે. તેના આધાર પર નિર્ણય કરાશે.
બ્રિટને ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા તરફથી ડેવલપ કરવામાં આવેલી કોરોના વેક્સિન-કોવિશીલ્ડને ઈમર્જન્સી મંજૂરી આપી દીધી છે. સીરમ દ્વારા અગાઉથી જ આ વેક્સીનના કરોડો ડોઝ તૈયાર કરી ચૂકી છે. બ્રિટનમાં ઓક્સફોર્ડની કોરોના વેક્સીનને પણ મંજૂરી આપવામાં આવી ચૂકી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
ઓટો
Advertisement