ભારત સરકારે ન સ્ટોક જોયો - ન WHOની ગાઈડલાઈન્સ, બસ વિચાર્યા વગર જ બધાને રસી આપવાની મંજૂરી આપી દીધી- SII
દેશમાં હાલમાં બે રસી ઉપલબ્ધ છે. એક કોવિશીલ્ડ અને બીજી ભારત બાયોટેકની કોવેક્સીન.
નવી દિલ્હીઃ કોરોનાની બીજી લહેરની વચ્ચે રસીની અછત થઈ ગઈ છે. આ મામલે રાજ્યોનો દાવો છે કે 18થી 44 વર્ષ સુધીના ઉંમરના લોકો માટે અનેક સેન્ટર્સ પર રસીકરણ અભિયાન અટકાવવું પડ્યું છે. બીજી બાજુ રસી બનાવતી કંપની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ)એ કહ્યું કે, સરકારે રસીની ઉપલબ્ધતા ન હોય અને WHO ગાઈડલાઈન્સ પર વિચાર કર્યા વગર જ બધાને રસી આપવાની મંજૂરી આપી દીધી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, સ્વાસ્થ્ય સંબંધિત એક આયોજિત ઈ-સમ્મેલન દરમિયાન બોલતા સીરમ ઇન્સિટ્યૂટ ઓફ ઇન્ડિયાના કાર્યકારી ડાયરેક્ટર સુરેશ જાધવે કહ્યું, “સરકારે તમામ ઉંમરના લોકોને રસી આપવાની મંજૂરી એ જોયા વગર જ આપી દીધી કે કેટલી રસી ઉપલબ્ધ છે અને શું WHOની ગાઈડલાઈન્સ છે.”
તેમણે કહ્યું કે, ભારતે WHOની ગાઈડલાઈન્સનું પાલન કરવું જોઈએ અને રસીની પ્રાથમિકતા એ પ્રમાણે જ હોવી જોઈએ
જણાવીએ કે, દેશમાં હાલમાં બે રસી ઉપલબ્ધ છે. એક કોવિશીલ્ડ અને બીજી ભારત બાયોટેકની કોવેક્સીન.
Amid an acute shortage of COVID-19 vaccines in country, executive director of Pune-based Serum Institute of India Suresh Jadhav alleges government began inoculating people from multiple age groups without taking into account available stock of vaccines and WHO guidelines
— Press Trust of India (@PTI_News) May 21, 2021
નોંધનીય છે કે, ICMRના પ્રમુખ ડો. બલરામ ભાર્ગવે કોવેક્સિન અને કોવિશિલ્ડ દ્વારા બનતા એન્ટિબોડીને લઇ ચોંકાવનારો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે, કોવિશિલ્ડના પહેલા ડોઝ લીધા બાદ કોવેક્સિના પહેલા ડોઝની સરખામણીએ વધુ એન્ટિબોડી બને છે.’
એક રિપોર્ટ મુજબ, ડો. બલરામ ભાર્ગવે કહ્યું, ‘નવા અભ્યાસમાં સામે આવ્યું છે કે કોવેક્સિનની પહેલા ડોઝ લીધા પછી એન્ટિબોડી બનતી નથી, પરંતુ બીજી ડોઝ લીધા પછી પર્યાપ્ત એન્ટિબોડી મળે છે. ત્યાં જ કોવિશિલ્ડની પહેલી ડોઝ લીધા પછી જ સારી સંખ્યામાં એન્ટિબોડી બની જાય છે.
કોવિશિલ્ડના બે ડોઝ વચ્ચે સમય વધારી 12-18 અઠવાડિયાનો કરવામાં આવ્યો છે. પહેલા ડોઝથી લીધા બાદ એન્ટિબોડી વધુ જોવા મળે છે. બીજી તરફ કોવેક્સિનના બે ડોઝ વચ્ચેના અંતરમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. કોવિશિલ્ડના 3 મહિનાના સમયગાળાને અનિવાર્ય કરવા માટે સરકારના નિર્ણય અંગે બલરામ ભાર્ગવે કહ્યું કે, પહેલા ડોઝ પછી રોગપ્રતિકારક શક્તિ ઘણી વધી ગઇ છે અને ત્રણ મહિનાનો સમય સારું પરિણામ આપશે.