Junagadh Suicide Case: કેશોદમાં નિવૃત્ત નાયબ મામલતદારે આત્મહત્યા કરી લેતા મચી ગયો ચકચાર
Junagadh Suicide Case: કેશોદમાં નિવૃત્ત નાયબ મામલતદારે આત્મહત્યા કરી લેતા મચી ગયો ચકચાર
જૂનાગઢના કેશોદમાં રિટાયર્ડ નાયબ મામલતદારે કુવામાં ઝંપલાવી કર્યો આપઘાત. કાળજું કંપાવી દેતી ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે..મૃતક નેભાભાઇ પરમારે બે વર્ષ પહેલા લીધી હતી નિવૃત્તિ. નાદુરસ્ત તબિયતના કારણે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું..
જુનાગઢના કેશોદમાં નિવૃત્ત નાયબ મામલતદારે આત્મહત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. વોર્ડ નંબર આઠ પાસે આવેલા રાજમહેલ પાસેના કુવામાં ઝંપલાવી નિવૃત્ત મામલતદાર નેભાભાઈ પરમારે જીવન ટુંકાવ્યું. મૃતક નેભાભાઈ પરમારે બે વર્ષ પહેલા જ નિવૃત્તિ લીધી હતી.નાદૂરસ્ત તબિયતના કારણે તેમણે આત્મહત્યા કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. આત્મહત્યાની એક કલાક પહેલા તેઓ કુવા પાસે જોવા મળ્યા હતા.



















