શોધખોળ કરો
Advertisement
નીતીશ કુમારને ઝટકો, પટના હાઈકોર્ટે દારૂબંધીને ગણાવી ગેરકાયેદસર
પટનાઃ બિહારમાં દારૂબંધી પર પટના હાઈકોર્ટે તરફથો મોટો ફટકો પડ્યો છે નીતીશ કુમારને. હાઈકોર્ટે દારૂબંધીને ગેરકાયેદસર ગણાવી છે અને આ રીતે કોર્ટના નિર્ણય બાદ બિહારમાં દારૂબંધી ખતમ થઈ ગઈ છે. હાઈકોર્ટે દારૂબંધીની કેટલીક જોગવાઈ પર સવાલ ઉઠાવ્યા અને દારૂબંધીને ગેરકાયદેસર ગણાવી છે.
નીતીશ સરકારે 1 એપ્રિલથી બિહારમાં સંપૂર્ણ દારૂબંધી લાગુ કરી હતી
ઉલ્લેખનીય છે કે, બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારે ચૂંટણી દરમિયાન મહિલાઓને વચન આપ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ સંપૂર્ણ દારૂબંધી લાગુ કરશે અને પોતાના આ જ વચનને પૂર્ણ કરતાં બિહારમાં તેમણે તમામ પ્રકારના દારૂ વેચવા અને ખરીદવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
ભાજપની પ્રતિક્રિયા
હાઈકોર્ટના નિર્ણય બાદ ભાજપે નીતીશ સરકાર પર પ્રહાર કર્યા છે. ભાજપે આરોપ લગાવ્યો કે નીતીશ સરકારે કોર્ટમાં મુદ્દાને યોગ્ય રીતે રજૂ ન કર્યો. ભાજપે આરોપ લગાવ્યો કે દારૂબંધીના નામ પર એવા કાયદા ન બનવા જોઈએ કે સમગ્ર પરિવાર અને ઘરને જેલમાં જવું પડે. ભાજપ નેતા શાહનવાઝ હુસૈને કહ્યું કે, ભાજપ દારૂબંધીના પક્ષમાં છે પરંતુ જે રીતે કાયદો બનાવવામાં આવ્યો છે તેની વિરૂદ્ધ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
બિઝનેસ
Advertisement