J&K Congress:જમ્મુ કાશ્મીરમાં કોગ્રેસને ઝટકો, ગુલામ નબી આઝાદ કેમ્પના 20 નેતાઓના રાજીનામા
જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની અટકળો વચ્ચે ગુલામ નબી આઝાદના ખાસ કોગ્રેસ નેતાઓએ પાર્ટીના મહત્વના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
Jammu-Kashmir Elections: જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીની અટકળો વચ્ચે ગુલામ નબી આઝાદના ખાસ કોગ્રેસ નેતાઓએ પાર્ટીના મહત્વના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે ગુલાબ નબી આઝાદ અને તારા ચંદ પણ પાર્ટી છોડી શકે છે અને એક નવી ક્ષેત્રીય પાર્ટી બનાવી શકે છે.
નેતાઓએ જમ્મુ કાશ્મીરના પાર્ટી અધ્યક્ષ ગુલામ અહમદ મીર વિરુદ્ધ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. તેમને દાગી ગણાવ્યા હતા. કાશ્મીરમાં કુખ્યાત સેક્સ સ્કેન્ડલમાં સામેલ હોવાના આરોપમાં મીર 2005માં 12 મહિના જેલમાં મોકલવામાં આવ્યા હતા. જમ્મની સાથે સાથે કાશ્મીર ઘાટીના વરિષ્ઠ કોગ્રેસ નેતાઓ અનુસાર પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોએ જમ્મુ કાશ્મીરમાં પાર્ટીના મામલા બોલવાની તક નહી આપવાના વિરોધમાં તમામ પદો પરથી રાજીનામા ધરી દીધા હતા.
રાજીનામાને એઆઇસીસી અધ્યક્ષ સોનિયા ગાંધીને સંબોધિત કરાયા છે અને તેની કોપી રાહુલ ગાંધીની સાથે સાથે જમ્મુ કાશ્મીરના એઆઇસીસી પ્રભારી સચિવ રજની પાટીલને મોકલવામાં આવી છે. રાજીનામા આપનારા નેતાઓમાં જીએમ સરૂરી, જુગલ કિશોર શર્મા, વિકાર રસૂલ, ડોક્ટર મનોહર લાલ શર્મા, ગુલાબ નબી મોંગા, નરેશ ગુપ્તા, સુભાષ ગુપ્તા, અમીન ભટ, અનવર ભટ, ઇનાયત અલી અને અન્ય સામેલ છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી તારા ચંદ સિવાય જમ્મુ કાશ્મીર પ્રદેશ કોગ્રેસમાં લગભગ તમામ આઝાદના વફાદારોએ પાર્ટીના પદ પરથી રાજીનામું આપી દીધું છે.
સૂત્રોના મતે નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે ગુલાબ અહમદ મીરની અધ્યક્ષતામાં કોગ્રેસ વિનાશકારી સ્થિતિ તરફ આગળ વધી રહી છે અને આજ સુધી પૂર્વ મંત્રી, ધારાસભ્ય, એમએલસી, પીસીસી પદાધિકારીઓ સહિત કોગ્રેસના લગભગ 200થી વધુ ટોચના નેતાઓ, જિલ્લા અધ્યક્ષો અને એઆઇસીસીના સભ્યોએ કોગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે.
નેતાઓએ આરોપ લગાવ્યો કે કેટલાક બેઇમાન ચાપલૂસોએ પીસીસીના કામકાજ પર કબજો કરી લીધો છે અને હાઇજેક કરી લીધું છે. આ નેતાઓએ દાવો કર્યો હતો કે આ અંગે તેમણે ઘણીવાર પાર્ટીના ટોચના નેતાઓને જાણ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેઓને કોઇ સમય આપવામાં આવ્યો નહી