શોધખોળ કરો

PM Modi vs Congress: પીએમ મોદીએ કોંગ્રેસને 'ધોઈ' નાખી, છતાં શશી થરૂરે કેમ કર્યા વડાપ્રધાનના વખાણ? જાણો શું બની ઘટના

Shashi Tharoor praises PM Modi: દિલ્હીમાં પીએમનું સંબોધન સાંભળવા પહોંચ્યા હતા થરૂર, કહ્યું- 'કડકડતી ઠંડીમાં પણ ભાષણ સાંભળવાની મજા પડી', ઈન્સ્ટાગ્રામ પોસ્ટ વાયરલ.

Shashi Tharoor praises PM Modi: દિલ્હીમાં આયોજિત રામનાથ ગોએન્કા વ્યાખ્યાન દરમિયાન એક રસપ્રદ રાજકીય દ્રશ્ય જોવા મળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં 'ગુલામીની માનસિકતા' માટે કોંગ્રેસ અને થોમસ મેકોલેની વિચારધારા પર આકરા પ્રહારો કર્યા હતા. જોકે, નવાઈની વાત એ છે કે પ્રેક્ષકોમાં બેઠેલા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ શશી થરૂરે પીએમ મોદીના આ સંબોધનની પ્રશંસા કરી છે. થરૂરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે પીએમ મોદીએ ભારતને માત્ર એક બજાર નહીં, પરંતુ વિશ્વ માટે એક 'મોડેલ' ગણાવ્યું તે વાત કાબિલેદાદ છે.

શશી થરૂરે પીએમના વખાણ કેમ કર્યા?
તિરુવનંતપુરમના કોંગ્રેસ સાંસદ શશી થરૂરે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાના અનુભવો વર્ણવ્યા હતા. થરૂરે લખ્યું, "વડાપ્રધાન મોદી પર સામાન્ય રીતે હંમેશા 'ચૂંટણીના મૂડ'માં હોવાનો આરોપ મૂકવામાં આવે છે, પરંતુ આજે તેઓ ખરેખર લોકોની સમસ્યાઓને સંબોધવા માટે 'ભાવનાત્મક મૂડ'માં જણાયા હતા." થરૂરના મતે, પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે ભારત હવે માત્ર એક ઉભરતું બજાર (Emerging Market) નથી, પરંતુ સમગ્ર વિશ્વ માટે એક ઉભરતું મોડેલ છે.

10 વર્ષનો રાષ્ટ્રીય એજન્ડા અને મેકોલે

શશી થરૂરે પીએમના ભાષણના મુખ્ય અંશો ટાંકતા કહ્યું કે, ભાષણનો એક મહત્વપૂર્ણ ભાગ થોમસ મેકોલેના 200 વર્ષ જૂના ગુલામીના વારસાને ઉલટાવી દેવા પર કેન્દ્રિત હતો. પીએમ મોદીએ ભારતના ભવ્ય વારસા, ભાષાઓ અને શિક્ષણ પ્રણાલીમાં ફરીથી ગૌરવ પુનઃસ્થાપિત કરવા માટે આગામી 10 વર્ષના 'રાષ્ટ્રીય મિશન'નું આહ્વાન કર્યું છે. થરૂરે કહ્યું કે આ ભાષણ આર્થિક વિઝન અને સાંસ્કૃતિક જાગૃતિ બંનેનું સંયોજન હતું, જેમાં રાષ્ટ્રને પ્રગતિ માટે સતત પ્રયત્નશીલ રહેવાની અપીલ કરવામાં આવી હતી.

થરૂરની ટકોર અને અનુભવ

પીએમના વખાણ કરવાની સાથે થરૂરે એક ટકોર પણ કરી હતી. તેમણે લખ્યું, "હું ઈચ્છતો હતો કે પીએમ એ વાતનો પણ સ્વીકાર કરે કે રામનાથ ગોએન્કાએ ભારતીય રાષ્ટ્રવાદને વેગ આપવા માટે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કેવી રીતે કર્યો હતો." અંતમાં તેમણે કહ્યું કે, દિલ્હીની કડકડતી ઠંડી સામે લડવા છતાં, તેમને શ્રોતાગણમાં બેસીને પીએમને સાંભળવાનો આનંદ આવ્યો.

પીએમ મોદીનો કોંગ્રેસ પર પ્રહાર

ઉલ્લેખનીય છે કે, પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું હતું. તેમણે કોંગ્રેસ પર થોમસ બેબિંગ્ટન મેકોલેની વિચારધારાને પોષવાનો આરોપ લગાવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે, "મેકોલે ભારતની મૂળ શિક્ષણ પ્રણાલીનો નાશ કરવાના ઈરાદે આવ્યા હતા અને તેમાં સફળ પણ થયા. તેમણે તે યુગમાં બ્રિટિશ ભાષા અને વિચારસરણીને સ્થાપિત કરી, જેના દુષ્પરિણામો ભારતે સદીઓ સુધી ભોગવવા પડ્યા છે."

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
જો પતિ-પત્ની બંને સરકારી નોકરીમાં હોય, તો કોને મળશે HRA? સરકારે રાજ્યસભામાં દૂર કરી મૂંઝવણ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...
Viral VIDEO: લ્યો રિલ બની ગઈ! નદી કિનારે રિલ બનાવી રહી હતી યુવતી, પગ લપસ્યો અને...

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget