શોધખોળ કરો

મહેબુબા મુફ્તી અને ભાજપ સરકાર બનાવી શકે તો અમે પણ બનાવી શકીએઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, હવે તો રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપી દીધો છે. હવે અમે ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત કરીશું.

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ 19 દિવસના નાટકીય ઘટનાક્રમ પછી રાષ્ટ્રપતિ શાસન લાગી ગયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાનસની ભલામણને મંજૂરી આપી દીધી છે. આ પહેલા રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ રાજ્યની વર્તમાન સ્થિતિનો રિપોર્ટ કેન્દ્રને મોકલ્યો હતો. રિપોર્ટમાં કહ્યું હતું કે, બંધારણ મુજબ રાજ્યમાં સરકાર બની શકે તેમ નથી. જે બાદ તેમણે રિપોર્ટમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની ભલામણ કરી હતી. મોદી કેબિનેટે આ ભલામણને મંજૂરી આપી દીધી હતી, જે બાદ ગૃહમંત્રાલયે આ ફાઇલ રાષ્ટ્રપતિને મોકલી હતી. રાષ્ટ્રપતિએ રાજ્યમાં બંધારણની કલમ 356 અંતર્ગત રાષ્ટ્રપતિ શાસન લાગુ કર્યુ છે. એનસીપી-કોંગ્રેસની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ બાદ શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પણ પત્રકાર પરિષદ કરી હતી. જેમાં તેમણે કહ્યું કે, અમે પણ સરકાર બનાવી શકીએ છીએ. કોંગ્રેસ-એનસીપી સાથે વાતચીત ચાલી રહી છે પરંતુ અમારે થોડો સમય જોઈએ. અમે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાની ઈચ્છા કરી હતી પરંતુ રાજ્યપાલે સમય આપ્યો નહોતો. મહેબુબા મુફ્તી અને બીજેપી સરકાર બનાવી શકે છે તો અમે પણ. હવે તો રાજ્યપાલે અમને 6 મહિનાનો સમય આપી દીધો છે. હવે અમે ત્રણેય (કોંગ્રેસ-એનસીપી-શિવસેના) કોમન મિનિમમ પ્રોગ્રામ પર વાતચીત કરીશું. અત્યાર સુધી માત્ર શિવસેનાએ જ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો છે. આ સ્થિતિમાં અમારો દાવો હજુ પણ યથાવત છે. કેન્દ્રીય મંત્રી પદ છોડનારા અરવિંદ સાવંતનો આભાર માનતા ઉદ્ધવે ઠાકરેએ કહ્યું, સાવંત કટ્ટર શિવસૈનિક છે. તેમની પાર્ટીને સન્માન ન મળ્યું તો મંત્રી પદ છોડી દીધું. આવા શિવસૈનિકો મારી શક્તિ છે. રાજ્યના બીજેપી ચીફ ચંદ્રકાંત પાટિલે જ્યારે સરકાર બનાવવાનો ઇનકાર કર્યો હતો ત્યારે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મળીને સરકાર બનાવવાની શુભકામના આપી હતી. બીજેપી સાથે જવાનો વિકલ્પ અમે ખતમ નથી કર્યો. સંબંધ ભાજપે કાપ્યો છે. અમે ખરાબ સમયમાં પણ ભાજપને સાથ આપ્યો. મહારાષ્ટ્રમાં ફરીથી ચૂંટણી નથી ઈચ્છતાઃ શરદ પવાર; કોંગ્રેસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપવું રાજ્યપાલની ભૂલ: અહમદ પટેલ મહારાષ્ટ્રમાં લાગુ થયું રાષ્ટ્રપતિ શાસન, કેબિનેટની ભલામણ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપી મંજૂરી મોડાસાના દાવલી પાસે ટ્રકે મુસાફરો ભરેલી રીક્ષાને લીધી અડફેટે, શામળાજી દર્શન કરી પરતા ફરતા 4 શ્રદ્ધાળુના મોત

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
પોતાના PPF એકાઉન્ટમાંથી પિતાએ રૂપિયા ઉપાડી લેતા દીકરીએ કર્યો કેસ, જાણો દિલ્હી હાઈકોર્ટે શું આપ્યો ચુકાદો?
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Embed widget