શોધખોળ કરો

Maharashtra Politics: શિવસેનાના ધારાસભ્યોએ અચાનક સુરતની હોટલ કરી ખાલી, જાણો હવે ક્યાં જશે?

સુરતથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં શિવસેનાના ધારાસભ્યો હોટલ ખાલી કરી રહ્યા છે.કારમાં બેસીને ધારાસભ્ય બહાર જઈ રહ્યા છે. તમામ ધારાસભ્યો મો પર રુમાલ અને માસ્ક બાાંધીને છુપાઇને નીકળ્યા.

Maharashtra Political Crisis: શહેરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં શિવસેનાના ધારાસભ્યો હોટલ ખાલી કરી રહ્યા છે. બે થી ત્રણ કારમાં બેસીને ધારાસભ્ય બહાર જઈ રહ્યા છે. તમામ ધારાસભ્યો મો પર રુમાલ અને માસ્ક બાાંધીને છુપાઇને નીકળ્યા હતા. શિવસેનાના નારાજ ધારાસભ્યોને આસામના ગુવહાટી લઈ જવાતા હોવાની વાત સામે આવી છે. સુરત એરપોર્ટ પર સ્પેશ્યલ ફલાઇટની વ્યવસ્થા કરવામાં આવી હોવાની વાત સામે આવી છે. આ ઉપરાંત એકનાથ સીંદે સિવિલ હોસ્પિટલમાંથી નીતિન દેશમુખને લઈ રવાના થયા છે. નોંધનિય છે તે મહારાષ્ટ્ર સરકારમાંથી બળવો કરીને શિવસેના અને અપક્ષના ધારાસભ્યો હાલમાં સુરતની એક હોટલમાં રોકાયા હતા.

શિવસેનાના નેતા સંજય રાઉતનો ગંભીર આરોપ

મહારાષ્ટ્રમાં એમએલસી ચૂંટણી(MLC Election)માં ક્રોસ વોટિંગના સમાચાર પછી  રાજ્ય સરકારમાં મંત્રી એકનાથ શિંદે (Eknath Shinde)ઘણા ધારાસભ્યો સાથે સુરત જતા રહેતા સરકાર જોખમમાં છે.  આ દરમિયાન શિવસેનાના સાંસદ સંજય રાઉતે (Sanjay Raut)મોટું નિવેદન આપ્યું છે. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા સંજય રાઉતે કહ્યું કે શિવસેનામાં કોઈ પ્રસ્તાવને સ્થાન નથી. ધારાસભ્યોના સંબંધીઓએ જણાવ્યું કે તેમના ઘરના સભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે. પોલીસે આ અંગે કાર્યવાહી કરવી જોઈએ. સરકાર અઢી વર્ષની ટર્મ પૂરી કરશે, પેટાચૂંટણી કોઈ ઈચ્છતું નથી. ધારાસભ્યોને રાત્રિ ભોજન માટે બોલાવાયા હતા તેમને છેતરીને સુરત લઈ જવામાં આવ્યા છે. સંજય રાઉતે ગુજરાત પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યો છે. સંજય રાઉતે કહ્યું શિવસેનાના બે ધારાસભ્યોને માર મારવામાં આવ્યો છે. 

શિવસેનાના નેતાએ કહ્યું કે ગુજરાતમાંથી ઓપરેશન લોટસ ચલાવવામાં આવી રહ્યું છે. ગુજરાત પોલીસે અમારા ધારાસભ્યોને માર માર્યો છે.  નીતિન દેશમુખને માર મારવામાં આવ્યો છે, તેમને હાર્ટ એટેક આવ્યો છે, તેઓ હોસ્પિટલમાં દાખલ છે. ઘણા ધારાસભ્યો પાછા આવવા માંગે છે. તેમણે કહ્યું કે ગુજરાતમાં ધારાસભ્યોને શા માટે રાખવામાં આવ્યા ? સરકારને અસ્થિર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ સમગ્ર શિવસેના ઉદ્ધવ ઠાકરેની સાથે છે. શિવસેના સંપૂર્ણપણે હિન્દુત્વ સાથે ઉભી છે. ભૂકંપ નહીં આવે. ભાજપે પહેલા પણ પ્રયાસ કર્યો છે અને આ વખતે પણ સફળ થશે નહીં. મહારાષ્ટ્ર સરકારને અસ્થિર થવા દેશે નહીં. તેમણે વધુમાં કહ્યું કે મને નથી લાગતું કે મહારાષ્ટ્ર સરકારને કંઈ થશે. આ સાથે શિવસેનાના નેતા રાઉતે કહ્યું કે તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં પરત ફરશે.

એકનાથ શિંદેને વિધાયક દળના નેતા પદેથી હટાવી દેવામાં આવ્યા છે

આ પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના ધારાસભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. આ બેઠકમાં કુલ 18 ધારાસભ્યો હાજર રહ્યા હતા. સીએમ ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો કે સરકારને કોઈ ખતરો નથી. નારાજ લોકો મનાવવામાં આવશે કરશે. બીજી તરફ શિવસેનાએ પણ એકનાથ શિંદે પર મોટી કાર્યવાહી કરી છે. શિવસેનાએ તેમને ધારાસભ્ય દળના નેતા પદ પરથી હટાવી દીધા છે. આ સાથે શિવસેના દ્વારા અજય ચૌધરીને વિધાયક દળના નવા નેતા બનાવવામાં આવ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
Financial Rules: આજથી થવા જઇ રહ્યા છે 10 મોટા ફેરફાર, તહેવારોની સીઝનમાં તમારા ખિસ્સા પર થશે અસર
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
LPG Price Hike: તહેવારોની સીઝન અગાઉ મોંઘવારીનો ઝટકો, સતત ત્રીજા મહિને વધ્યા LPG સિલિન્ડરના ભાવ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Jammu Kashmir 3rd Phase Voting: જમ્મુ કાશ્મીરમાં ત્રીજા તબક્કા માટે આજે મતદાન, આ VVIPના ભાવિ EVMમાં થશે કેદ
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Stomach Massage: પેટની માલિશ કરવાના આ થાય છે ફાયદાઓ, જાણો તેની યોગ્ય રીત
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024: શારદિય નવરાત્રિ પર વાસ્તુના નિયમ અનુસાર આ રીતે કરો ઘટસ્થાપન, આ ઉપાય ઘરમાં લાવશે સુખ સમૃદ્ધિ
Navratri 2024:  શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
Navratri 2024: શ્રાદ્ધના અંતિમ દિવસે એટલે કે, સર્વ પિત્તૃ અમાસે નવરાત્રિ પૂજાનો સમાન ખરીદવો જોઇએ કે નહિ
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
કાનપુર ટેસ્ટ વચ્ચે અચાનક ટીમ ઇન્ડિયામાં મોટા ફેરફાર, BCCIએ ત્રણ ખેલાડીઓને કર્યા બહાર
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Tarot card horoscope: સુનફાનો મિથુન કર્ક સહિત આ પાંચ રાશિને મળશે લાભ, ધન સમૃદ્ધિમાં થશે વૃદ્ધિ
Embed widget