શોધખોળ કરો
Advertisement
મહારાષ્ટ્રની સાથે મુંબઈની સત્તામાંથી પણ બહાર થયું ભાજપ, શિવસેનાનો થયો કબજો
બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાએ કબજો જમાવી દીધો છે. BMCના મેયર અને ડેપ્યુટી મેયર તરીકે શિવસેનાના નેતાઓ ચૂંટાયા છે.
મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના -ભાજપ ગઠબંધનનો અંત આવ્યા બાદ ભાજપ માટે વધુ એક માઠા સમાચાર આવ્યા છે. બૃહન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં શિવસેનાએ કબજો જમાવી દીધો છે. BMCના મેયર અને ડેપ્યુટી મેયર તરીકે શિવસેનાના નેતાઓ ચૂંટાયા છે.
શિવસેનાના કોર્પોરેટર કિશોરી પેડનેકરની મુંબઈના નવા મેયર તરીકે પસંદગી કરવામાં આવી છે. જ્યારે શિવસેનાના સુહાસ વાડેકરની ડેપ્યુટી મેયર પદ માટે પસંદગી કરવામાં આવી છે. કિશોરી પેડનેકર આગામી અઢી વર્ષ સુધી BMCના મેયર રહેશે. 227 બેઠકો ધરાવતી BMCમાં કિશોરી પેડણેકરની પસંદગી નિર્વિરોધ કરવામાં આવી છે. મેયર બન્યા બાદ કિશોરીએ જણાવ્યું હતું કે, મુંબઈના રસ્તા પર પડનારા ખાડાની સમસ્યા દૂર કરવી તે તેમની પ્રાથમિકતા હશે. સાથે જ તેમણે કહ્યું હતું કે, શિક્ષણ, સ્વાસ્થ્ય અને લોકો સુધી ચોખ્ખુ પાણી પહોંચાડવુ પણ તેમની પ્રાથમિકતા હશે. ઉલ્હાસનગરમાં મેયર પદ માટે શિવસેનાની લીલાબાઈ આશાનીથી વિજયી બન્યા હતાં. તેમણે ભાજપના ઉમેદવાર જીવન ઈદનાનીને 8 મતોથી હરાવ્યા હતાં. શિવસેનાની લીલાબાઈ આશાનને 43 મત મળ્યા હતાં જ્યારે ભાજપના જીવન ઈદનાનીને 35 મત મળ્યા હતા. ડેપ્યુટી મેયર પદની ચૂંટણીમાં પણ શિવસેના-એનસીપી-કોંગ્રેસ અને ભાજપના જ અસંતુષ્ઠ કોર્પોરેટરોએ આરપીઆઈ આઠવલે જુથના ઉમેદવાર ભગવાન ભાલેરાવને 44 મતોથી જીતાડ્યા હતાં. અહીં પણ ભાજપના વિજય પાટિલ ડેપ્યુટી મેયર પદની ચૂંટણી હારી ગયા હતાં.Mumbai: Shiv Sena's Kishori Pednekar and Suhas Wadkar elected unopposed as Mayor and Deputy Mayor of Brihanmumbai Municipal Corporation (BMC), respectively. #Maharashtra pic.twitter.com/Q8BAEtcM81
— ANI (@ANI) November 22, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion