શોધખોળ કરો

Ram Mandir: કરોડો ભક્તોની આતૂરતાનો આખરે આવ્યો અંત, રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તારીખ થઈ જાહેર, 3 દિવસ ચાલશે કાર્યક્રમ

Ram Mandir Consecration Ceremony: આ કાર્યક્રમમાં આમંત્રિત થનારા સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે.

Ayodhya News: અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કરી રહેલા શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આવતા વર્ષે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખ નક્કી કરી છે. ટ્રસ્ટના સભ્યોએ અગાઉ કહ્યું હતું કે તેઓ આ કાર્યક્રમ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સત્તાવાર આમંત્રણ મોકલશે. ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે શુક્રવારે 'પીટીઆઈ-ભાષા'ને જણાવ્યું હતું કે, "રામ જન્મભૂમિ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ આવતા વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં યોજાશે. આ માટે 21, 22 અને 23 જાન્યુઆરીની તારીખો નક્કી કરવામાં આવી છે.

અમે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આ કાર્યક્રમ માટે આમંત્રિત કરીશું જેમાં અગ્રણી સાધુઓ અને અન્ય મહાનુભાવો હાજરી આપશે. તેમણે કહ્યું કે, મુખ્ય કાર્યક્રમ બિન-રાજકીય હશે અને વિવિધ રાજકીય પક્ષોના મહેમાનોને આમંત્રિત કરવામાં આવશે જો તેઓ આવવા ઈચ્છશે તો. કાર્યક્રમમાં કોઈ મંચ નહીં હોય કે જાહેરસભાનું આયોજન કરવામાં આવશે નહીં.

તેમણે જણાવ્યું કે ટ્રસ્ટ આ સમારોહમાં દેશની 136 સનાતન પરંપરાના 25 હજારથી વધુ ધર્મગુરુઓને આમંત્રિત કરવાની યોજના તૈયાર કરી રહ્યું છે. કાર્યક્રમમાં આમંત્રિત થનાર સંતોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં જ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસ દ્વારા તેમને આમંત્રણ પત્ર મોકલવામાં આવશે. આ 25 હજાર સંતો 10 હજાર વિશેષ અતિથિઓથી અલગ હશે જેઓ રામજન્મભૂમિ સંકુલની અંદરના અભિષેક સમારોહમાં ભાગ લેશે.

ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે

રાયે કહ્યું કે, ટ્રસ્ટે અયોધ્યાના મોટા મઠોમાં તમામ અગ્રણી સંતોને સમાવવાની યોજના બનાવી છે. તમામ મોટા મઠ અને મંદિરો મુલાકાતે આવતા સંતો અને સાધુઓને રહેવાની સુવિધા આપવા સંમત થયા છે. લગભગ એક મહિના સુધી ચાલનારા આ ભવ્ય કાર્યક્રમના સંચાલન માટે અયોધ્યાના વિવિધ સંતોના કેટલાક જૂથો બનાવવામાં આવશે. મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અનિલ મિશ્રાએ જણાવ્યું હતું કે,ગૃહસ્થળનું કામ રામ મંદિરનું ગર્ભગૃહ પૂર્ણતાના આરે છે. હવે જાન્યુઆરી મહિનામાં પ્રાણ પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.

ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને ભોજન આપવામાં આવશે

ટ્રસ્ટ અયોધ્યામાં રામ જન્મભૂમિના અભિષેક સમારોહ માટે આવતા ભક્તોને લગભગ એક મહિના સુધી મફત ભોજન આપવાનું આયોજન કરી રહ્યું છે. રાયે જણાવ્યું કે જાન્યુઆરીમાં ગર્ભગૃહમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠાના અવસર પર ટ્રસ્ટ દ્વારા એક મહિના સુધી દરરોજ 75 હજારથી એક લાખ ભક્તોને ભોજન આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન મોદીએ 5 ઓગસ્ટ, 2020ના રોજ રામ મંદિરનું 'ભૂમિપૂજન' કર્યું હતું.

ટોપ સ્ટોરી

2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
2027 માં 7 રાજ્યો માટે જંગ, ભાજપની નવી ટીમની પહેલી બેઠક, Gen Z માટે શું છે પ્લાન?
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
મહારાષ્ટ્રમાં હૃદય વિદારક દુર્ઘટના, પુત્રને સુસાઇડ કરવા રોકવા જતાં પિતાનું પણ ખીણમાં પડી જતા મૃત્યુ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
ભાવનગર લઠ્ઠાકાંડમાં મૃત્યુઆંક વધીને 9 થયો: રાજ્યભરમાં મીથેનોલના સ્ટોક પર દરોડા, મોરબીમાં દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
FD કરાવનારાઓ માટે મોટા સમાચાર! RBIએ બદલ્યા બેંક ડિપોઝિટના નિયમો, 1 ઓક્ટોબર 2026થી થશે લાગુ
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
હાર્ટની દવા પણ ડુપ્લિકેટ! ગુજરાતમાં 15થી વધુ ઠેકાણે દરોડા, 24 હજાર સ્ટ્રીપનો જથ્થો શંકાના ઘેરામાં
Embed widget