શોધખોળ કરો

કોંગ્રેસના ટોચના નેતાને પદ્મભૂષણ મળતાં સિબ્બલનો સોનિયા પર કટાક્ષઃ કોંગ્રેસને તેમની સેવાની જરૂર નથી ને દેશ કદર કરી રહ્યો છે......

સિબ્બલે કોંગ્રસની ટોચની નેતાગીરી એટલે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર કટાક્ષ પણ કર્યો કે, કોંગ્રેસને આઝાદની સેવાઓની જરૂર નથી લાગતી ત્યારે દેશ જાહેર જીવનમાં તેમના યોગદાનની કદર કરી રહ્યો છે.

નવી દિલ્લીઃ ભારતના 73મા પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ કેન્દ્ર સરકારે પદ્મ એવોર્ડની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાંજે જાહેર કરાયેલા પદ્મ એવોર્ડ્સમાં જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના ટોચના નેતા ગુલામ નબી આઝાદને જાહેર જીવનમાં અપાયેલા યોગદાન બદલ પદ્મભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરી છે.

ગુલામ નબી આઝાદને પદ્મભૂષણ એવોર્ડ અપાયો એ બદલ કોંગ્રેસના ટોચના નેતા કપિલ સિબ્બલે આઝાદને ‘ભાઈજાન’ તરીકે સંબોધીને અભિનંદન આપ્યા હતા. સિબ્બલે કોંગ્રસની ટોચની નેતાગીરી એટલે કે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર કટાક્ષ પણ કર્યો કે, કોંગ્રેસને આઝાદની સેવાઓની જરૂર નથી લાગતી ત્યારે દેશ જાહેર જીવનમાં તેમના યોગદાનની કદર કરી રહ્યો છે.

કપિલ સિબ્બલે લખ્યું છે કે,

Ghulam Nabi Azad conferred Padam Bhushan,

Congratulations bhaijan,

Ironic that the Congress doesn’t need his services when the nation recognises his contributions to public life.

કેન્દ્ર સરકાર દ્વારા મંગળવારે સાંજે જાહેર કરાયેલા પદ્મ એવોર્ડ્સમાં ઉત્તરાખંડના જનરલ બિપિન રાવત (સિવિલ સર્વિસ), ઉત્તર પ્રદેશના ભાજપના નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ (જાહેર જીવન) તથા ધાર્મિક પુસ્તકોનું પ્રકાશન કરતી ગીતા પ્રેસ ગોરખપુરના અધ્યક્ષ રાધેશ્યામ ખેમકા (સાહિત્ય અને શિક્ષણ)ને મરણોત્તર પદ્મ વિભૂષણ એવોર્ડ આપવાની જાહેરાત કરાઈ છે. મહારાષ્ટ્રના પ્રભા અત્રેને કળાના ક્ષેત્રમાં પદ્મ વિભૂષણ એવોર્ડ અપાશે.

આ ઉપરાંત કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરના કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ (જાહેર જીવન), પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ડાબેરી નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્ય (જાહેર સેવા), માઈક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલા, આલ્ફાબેટ (ગૂગલ)ના સીઈઓ સુંદર પિચાઈ, કોરોના રસીના ઉત્પાદકો સિરમ ઈન્સ્ટિટયૂટના એમડી સાયરસ પૂનાવાલા, ભારત બાયોટેકના ચેરમેન ક્રિષ્ના ઈલા અને તેમનાં પત્ની સુચિત્રા ઈલા સહિત 17 લોકોને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. બોલિવૂડ ગાયક સોનુ નિગમ સહિત 107  લોકોની પદ્મશ્રી એવોર્ડ માટે પસંદગી કરાઈ છે. સરકારે પૂર્વોત્તરના રાજ્યોમાંથી છ લોકોની પદ્મ એવોર્ડ માટે પસંદગી કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો

વિડિઓઝ

Gandhinagar News : પાટનગર ગાંધીનગરમાં ઈન્દોરવાળી, ટાઈફોઈડે મચાવ્યો કહેર
Chaitar Vasava Vs Mansukh Vasava: ચૈતર વસાવાના ડ્રામાને મનસુખ વસાવાનો સણસણતો જવાબ
Hun To Bolish : હું તો બોલીશ | ભ્રષ્ટાચારના અડ્ડા ?
Hun To Bolish : હું તો બોલીશ | નશાની ખેતી ?
Hun To Bolish : હું તો બોલીશ | STમાં નવી નિમણૂક

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
Venezuela Blast: વેનેજુએલાની રાજધાનીમાં બ્લાસ્ટ, મિસાઇલ અટેક, ભયંકર લાગી આગ, જાણો અપડેટ્સ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
ગાંધીનગરમાં ઇન્દોરવાળી, દૂષિત પાણીથી 67 લોકોને થયો ટાઈફોઈડ, પીવાના પાણીમાં 10 જેટલા લીકેજ
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
IPL 2026 માંથી બહાર થશે મુસ્તાફિઝુર રહેમાન ? બાંગ્લાદેશ બબાલને લઈ BCCI નો મોટો નિર્ણય, જાણો KKR ને શું કહ્યું
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
દેશની સૌથી સસ્તી હાઇબ્રિડ SUV કઈ? જાણો કિંમતથી લઈને ફીચર્સ સુધીની તમામ વિગતો
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Chhattisgarh: છત્તીસગઢમાં સુરક્ષા દળોએ બોલાવ્યો સપાટો, 14 નક્સલીઓને કર્યા ઠાર
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
Saudi-UAE Tension: સાઉદી અરબ અને યુએઇ વચ્ચે ભયાનક યુદ્ધ, 20 લોકોના મોત, યમનની ધરતી પર કેમ વહી રહ્યું છે લોહી ?
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
'62 ચોગ્ગા, 10 છગ્ગા...' એક બેટ્સમેને એકલા હાથે બનાવ્યા 501 રન, જાણો કોણ છે આ ધાકડ ખેલાડી
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Ola-Uber ને ટક્કર આપવા આવી ગઈ Bharat Taxi! જાણો કેટલું સસ્તું હશે ભાડું
Embed widget