શોધખોળ કરો
Advertisement
ભાજપના નેતાઓએ સંસદમાં લગાવ્યા 'વંદે માતરમ'ના નારા તો ઓવૈસી બોલ્યા- 'અલ્લાહુ અકબર'
એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદના સદસ્યના શપથ લીધી ત્યારે ત્યા હાજર ભાજપના સાંસદોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.
નવી દિલ્હી: 17મી લોકસભાના પ્રથમ સત્રના બીજા દિવસે ચૂંટણી જીતીને આવેલા નેતાઓએ શપથ લીધા હતા. જ્યારે એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદના સદસ્યના શપથ લીધી ત્યારે ત્યા હાજર ભાજપના સાંસદોએ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવ્યા હતા.
આ જોઈ સાંસદ ઓવૈસીએ ઈશારા-ઈશારામાં કહ્યું કે વધારે જોરથી નારા લગાવો. જ્યારે નારા લગાવવાનો અવાજ ઓછો થયો ત્યારે તેમણે ઉર્દૂમાં શપથ લીધા હતા. ઓવૈસીએ શપથ લીધા બાદ 'જય ભીમ', 'અલ્લાહુ અકબર', 'જય હિંદ'ના નારા લગાવ્યા હતા. ભાજપના નેતાઓની નારેબાજી પર ઓવૈસીએ સંસદની બહાર કહ્યું, સારી વાત છે મને જોઈને તેમને યાદ તો આવી. સારૂ હોત જો તેમને સંવિધાન અને મુઝફ્ફરપુરના બાળકોના મોતની પણ યાદ હોત. મુઝફ્ફુરપુરમાં ચમકી બુખારના કારણે અત્યાર સુધીમાં 108 બાળકોના મોત થયા છે.#WATCH: Slogans of Bharat Mata ki Jai and Vande Mataram raised in the Lok Sabha as AIMIM MP from Hyderabad Asaduddin Owaisi comes to take his oath. He concluded his oath with "Jai Bhim! Takbir! Allahu Akbar! Jai Hind!" pic.twitter.com/TGt7bRfDfC
— ANI (@ANI) June 18, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ગુજરાત
મહેસાણા
Advertisement
gujarati.abplive.com
Opinion