શોધખોળ કરો

Modi Cabinet: જ્યોતિરાદિત્ય સિંધિયાને સ્ટીલ મંત્રાલય, સ્મૃતિ ઇરાનીને લઘુમતિ બાબતોનું મંત્રાલય સોંપાયુ

પીએમ મોદીએ તેમના યોગદાન માટે મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ બંનેની પ્રશંસા કરી હતી.

Modi Cabinet News: રાષ્ટ્રપતિએ કેન્દ્રીય કેબિનેટમાંથી મુખ્તાર અબ્બાસ નકવી, આરસીપી સિંહનું રાજીનામું તાત્કાલિક અસરથી સ્વીકારી લીધું છે.  આ સાથે જ સ્મૃતિ ઈરાનીને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે અને જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો સોંપવામાં આવ્યો છે.

રાષ્ટ્રપતિ ભવન દ્ધારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ નિર્દેશ આપ્યો છે કે કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને લઘુમતી બાબતોના મંત્રાલયનો હવાલો પણ આપવામાં આવે. કેબિનેટ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને તેમના વર્તમાન નાગરિક ઉડ્ડયન મંત્રાલય ઉપરાંત સ્ટીલ મંત્રાલયનો હવાલો આપવામાં આવ્યો છે.

પીએમ મોદીએ બંને મંત્રીઓના વખાણ કર્યા

કેબિનેટની બેઠક દરમિયાન પીએમ મોદીએ તેમના યોગદાન માટે મુખ્તાર અબ્બાસ નકવી અને આરસીપી સિંહ બંનેની પ્રશંસા કરી હતી.

રાજ્યસભાના સભ્ય તરીકેનો કાર્યકાળ આવતીકાલે સમાપ્ત થઈ રહ્યો છે

રાજ્યસભાના સભ્ય તરીકે બંને નેતાઓનો કાર્યકાળ 7 જુલાઈ એટલે કે ગુરુવારે પૂરો થઈ રહ્યો છે. બંને પ્રધાનોએ તેમની બંધારણીય જવાબદારી પૂરી કરવા માટે રાજીનામું સુપરત કર્યું કારણ કે તેઓ શુક્રવારથી સાંસદ તરીકેનું પદ છોડી દેશે. ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવી રાજ્યસભાના ઉપનેતા પણ રહી ચૂક્યા છે. જ્યારે આરસીપી સિંહ જેડી (યુ) ક્વોટામાંથી મોદી કેબિનેટમાં મંત્રી હતા. નકવીના રાજીનામા બાદ કેન્દ્રમાં કોઈ મુસ્લિમ મંત્રી નહીં હોય અને ભાજપના 400 સાંસદોમાંથી કોઈ મુસ્લિમ સાંસદ નહીં હોય.

મોદી કેબિનેટમાં ક્યારે બન્યા હતા મંત્રી?

મુખ્તાર અબ્બાસ નકવી 26 મે 2014ના રોજ નરેન્દ્ર મોદી મંત્રાલયમાં લઘુમતી બાબતો અને સંસદીય બાબતોના રાજ્ય મંત્રી બન્યા. 2016માં નજમા હેપતુલ્લાના રાજીનામા બાદ તેમને લઘુમતી બાબતોના મંત્રાલયનો સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. તેમણે 2019માં નરેન્દ્ર મોદીની કેબિનેટમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા અને લઘુમતી બાબતોના મંત્રી રહ્યા હતા. બીજી તરફ આરસીપી સિંહ રાજકારણમાં આવ્યા પહેલા યુપી કેડરના આઈએએસ અધિકારી હતા. એક વર્ષ પહેલા તેમણે કેન્દ્રીય સ્ટીલ મંત્રી તરીકે શપથ લીધા હતા. તેઓ JD(U) ક્વોટામાંથી મોદી કેબિનેટમાં મંત્રી બન્યા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Cold News: રાજ્યભરમાં કાતિલ ઠંડીનું જોર વધ્યું, કયો વિસ્તાર સૌથી વધુ ઠુંઠવાયોGujarat Unseasonal Rain: આ બે દિવસોમાં 15 જિલ્લામાં તૂટી પડશે વરસાદ!, જુઓ આગાહીFog In Gujarat : રાજ્યભરમાં ગાઢ ધુમ્મસ, વિઝીબિલીટી ડાઉન થતા વાહનચાલકોને ભારે હાલાકીHun To Bolish : હું તો બોલીશ : પાર્સલ લેતા સાવધાન !

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Robin Uthappa: રોબિન ઉથપ્પાએ લાખોના  EPFO ફ્રોડ કેસ પર આપ્યું નિવેદન, જાણો શું કહી વાત 
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Popcorn GST: પોપકોર્ન પણ થયા મોંઘા, હવે ફ્લેવરની હિસાબે ચૂકવવી પડશે કિંમત, ત્રણ પ્રકારના લાગશે ટેક્સ
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Weather Update: ક્રિસમસ બાદ કાતિલ ઠંડી વધશે, દેશના અનેક રાજ્યોમાં હવામાન વિભાગે કરી વરસાદની આગાહી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે  IPO, જુઓ યાદી
Upcoming IPO: પૈસા રાખજો તૈયાર, આગામી સપ્તાહ આ કંપનીના આવી રહ્યાં છે IPO, જુઓ યાદી
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
Pushpa 2 OTT Release: ઓટીટી પર ક્યારે રિલીઝ થશે 'પુષ્પા 2' ? મેકર્સે કરી દીધો ખુલાસો
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
3700 લોકોનું વિસ્થાપન... 4 વર્ષનો સંઘર્ષ, અમિત શાહ આજે જાણશે બ્રૂ રિયાંગ વિસ્તારની સ્થિતિ
Embed widget