“અહીં રેપિસ્ટને ખુલ્લેઆમ ફરકવાની છૂટ પણ શેરીના કુતરા જેલામાં? સુપ્રીમ કોર્ટના આદેશ પર સોશિયમ મીડિયામાં ધમાલ
રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA) એ રખડતા કૂતરાઓ પર સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કર્યું, જ્યારે જીવદયા અને ડોગ લવર આ આદેશ પર જુદી જુદી ટિપ્પણી રજૂ કરી રહયાં છે. . જાણો કોણ શું કહી રહ્યું છે.

દિલ્હી-એનસીઆરમાંથી રખડતા કૂતરાઓને દૂર કરવાના સુપ્રીમ કોર્ટના આદેશનું સ્વાગત કરનારા અને તેને નાપસંદ કરનારા લોકો સામસામે આવી ગયા છે. સોશિયલ મીડિયા પર બંને જૂથો વચ્ચે એક મોટી ચર્ચા (Debate on Stray Dogs) શરૂ થઈ ગઈ છે. હકીકતમાં, સોમવારે, કોર્ટે દિલ્હી સરકાર અને ગુરુગ્રામ, નોઈડા અને ગાઝિયાબાદના મ્યુનિસિપલ બોડીઓને કડક સૂચના આપી હતી કે, તેઓ તાત્કાલિક તમામ વિસ્તારોમાંથી રખડતા કૂતરાઓને દૂર કરે અને તેમને આશ્રય ગૃહોમાં રાખે. ઉપરાંત, કોર્ટે કહ્યું કે, આ કૂતરાઓને પાછા શેરીઓમાં ન મોકલવા જોઈએ
આ આદેશને લઇને લોકો જુદી જુદી દલીલો કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, અહીં રેપિસ્ટ જે સૌથી ખતરનાક છે, તેમને ખુલ્લેઆમ ફરવાની છૂટ છે પરંતુ શેરીના કૂતરાને જેલમાં રખાશે. આ રીતે લોકો સુપ્રીમ કોર્ટના આદેશને લઇને જુદી જુદી ટીપ્પણી કરી રહ્યાં છે.
કોર્ટના આ નિર્ણય પર સોશિયલ મીડિયા પર લોકો બે જૂથોમાં વહેંચાઈ ગયા છે. કેટલાક લોકો આ નિર્ણયના સમર્થનમાં છે તો કેટલાક લોકો તેનો સખત વિરોધ કરી રહ્યા છે. હકીકતમાં, રેસિડેન્ટ વેલ્ફેર એસોસિએશન (RWA) એ સુપ્રીમ કોર્ટના આ આદેશનું સ્વાગત કર્યું છે, જ્યારે પ્રાણી અધિકાર કાર્યકરોએ દલીલ કરી છે કે મ્યુનિસિપલ સંસ્થાઓ પાસે આ મોટું કાર્ય કરવા માટે જમીન અને ભંડોળનો અભાવ છે. તેમણે ચેતવણી આપી હતી કે આનાથી માનવ-કૂતરા સંઘર્ષ વધુ ખરાબ થઈ શકે છે. જાણો કોણ શું કહી રહ્યું છે.
એક યુઝરે લખ્યું, "પ્રિય રખડતા કૂતરા પ્રેમીઓ, જો તમે સુપ્રીમ કોર્ટના રસ્તાઓ પરથી રખડતા કૂતરાઓને દૂર કરવાના નિર્ણયથી ખૂબ જ નારાજ છો, તો કૃપા કરીને કેટલાક કૂતરાઓને ઘરે લાવો અને તેમને ઘર આપો. તેમના રસીકરણ, તાલીમ અને સારવારનો ખર્ચ ઉઠાવો. તમારા શબ્દ પર વળગી રહો. રખડતા કૂતરાઓને તમારા ઘરમાંથી વાસી રોટલી ખવડાવવાથી તમે પ્રાણી અધિકાર કાર્યકર્તા નથી બની જતા!"
Dear stray dog lovers,
— Shefali Vaidya. 🇮🇳 (@ShefVaidya) August 11, 2025
If you are this upset with the SC decision to take the strays off the road, please take a few into your homes and give the dogs a loving home.
Shell out for their vaccinations, training and treatment. Put your money where your mouth is. Feeding stray…
બીજા એક યુઝરે લખ્યું, "કોઈએ પણ પોતાના 3 વર્ષના બાળકનો જીવ ફક્ત એટલા માટે જોખમમાં ન મૂકવો જોઈએ કારણ કે કોઈ, ક્યાંક, રખડતા કૂતરાઓ પ્રત્યે દયાળુ વર્તન કરી રહ્યું છે. બસ."
No one should have to risk the life of their three year old child because someone somewhere is compassionate about stray dogs. It’s that simple.
— Tushar Gupta (@Tushar15_) August 11, 2025
એક યુઝરે લખ્યું, "જો તમને દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓની સ્થિતિ વિશે ખબર નથી, તો રાત્રિ શિફ્ટમાં કામ કરતા લોકોને પૂછો. હું પોતે ડોગ લવર છું, પરંતુ રખડતા કૂતરાઓનો આ ત્રાસ બંધ થવો જોઈએ. હું સુપ્રીમ કોર્ટના નિર્ણયને સમર્થન આપું છું."
No one should have to risk the life of their three year old child because someone somewhere is compassionate about stray dogs. It’s that simple.
— Tushar Gupta (@Tushar15_) August 11, 2025
બિહાર ઓલ ઈન્ડિયા કોંગ્રેસના એક મહિલા કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, દિલ્હી-એનસીઆરમાં રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં ખસેડવાનો સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવકાર્ય છે. આ નિર્ણય આખા દેશમાં લાગુ થવો જોઈએ. ઉપરાંત, જે લોકો રસ્તા પર આ રખડતા કૂતરાઓને બિસ્કિટ અને બ્રેડ ખવડાવીને ખૂબ જ પુણ્યનું કામ કરી રહ્યા છે તેવું વિચારે છે તેમના વિરુદ્ધ કાયદો બનાવવો જોઈએ. આ લોકોના કારણે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની ગયું છે.




















