શોધખોળ કરો

સોનમ વાંગચુક અનશન તોડશે? જેપી નડ્ડા સાથેની મુલાકાત બાદ સરકાર સામે મૂકી આ મોટી શરતો

વાંગચુકે આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારને વળતર અને યુવાનો સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી માંગી, શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ કરી માંગ.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વાંગચુકે ઉપવાસ સમાપ્તિ માટે સરકાર સમક્ષ નક્કર શરતો મૂકી.
  • પેપર લીક પીડિતોને વળતર, શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ.
  • આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન થાય તેવી મુખ્ય શરત.

Sonam Wangchuk letter to government: હાલમાં હોસ્પિટલમાં દાખલ જાણીતા શિક્ષણવિદ્ સોનમ વાંગચુકે હવે પોતાના ઉપવાસ સમેટવાની તૈયારી દર્શાવી છે, પરંતુ તેમણે આ માટે સરકાર સમક્ષ કેટલીક નક્કર શરતો મૂકી છે. હોસ્પિટલના બિછાનેથી જ સરકારને એક પત્ર લખીને તેમણે પેપર લીક કાંડ બાદ હતાશ થઈને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને યોગ્ય વળતર, સંસદમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા અને શિક્ષણ મંત્રીના રાજીનામાની પોતાની મોટી માંગણીઓ ફરીથી દોહરાવી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું છે કે જો સરકાર આંદોલનકારી વિદ્યાર્થીઓ પર કોઈ જ કાનૂની કે દંડાત્મક કાર્યવાહી ન કરવાની ખાતરી આપે, તો જ તેઓ પોતાના પારણાં (ઉપવાસના અંત) કરશે.

મંત્રીઓની મુલાકાત અને સરકારનું આશ્વાસન

પોતાના પત્રમાં સોનમ વાંગચુકે જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં રૂબરૂ તેમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બદલ તેમણે બંને નેતાઓનો હૃદયપૂર્વક આભાર માન્યો છે. વાંગચુકે પત્રમાં લખ્યું છે કે, "આપણી ચર્ચા દરમિયાન, તમે મને ખાતરી આપી હતી કે સરકાર કેટલાક મહત્વના મુદ્દાઓ પર સકારાત્મક રીતે વિચાર કરશે. આમાં પેપર લીકનો ભોગ બનીને આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને પૂરતું આર્થિક વળતર આપવું, જવાબદારી નક્કી કરવા માટે સંસદમાં અર્થપૂર્ણ ચર્ચા કરવી અને માનનીય શિક્ષણ મંત્રીના રાજીનામા પર વિચાર કરવા સહિતની બાબતો સામેલ છે."

20 જુલાઈની 'ચલો સંસદ' કૂચ શાંતિપૂર્ણ રહી

તાજેતરના વિરોધ પ્રદર્શનનો ઉલ્લેખ કરતા વાંગચુકે જણાવ્યું હતું કે, "પોલીસના અતિરેક અને બળપ્રયોગ છતાં પણ 20 જુલાઈના રોજ યોજાયેલી 'ચલો સંસદ' કૂચ એકદમ શાંતિપૂર્ણ રહી હતી. સમગ્ર દેશ અને દુનિયાએ જોયું છે કે લોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવામાં આપણા યુવાનોએ કેટલી ધીરજ અને મક્કમતા બતાવી છે. મને પૂરી આશા છે કે આ ચળવળમાં સામેલ લોકો સામે કોઈપણ કાનૂની કાર્યવાહી, હેરાનગતિ કે બદલાની કાર્યવાહી કરવામાં નહીં આવે, જેથી લોકશાહી સંસ્થાઓ પરથી તેમનો વિશ્વાસ વધુ નબળો ન પડે."

આ પણ વાંચોઃ દિલ્હીમાં પીએમ આવાસ બહાર હંગામો: રાહુલ-પ્રિયંકાની અટકાયત, રાહુલે કહ્યું- 'આ લડાઈ હવે...'

65 સાંસદોની અપીલ: "હું જીવવા માંગુ છું, પણ યુવાનોના ભોગે નહીં"

વાંગચુકે પત્રમાં ભાવુક થતા આગળ લખ્યું કે, "તમારી મુલાકાત બાદ, વિવિધ રાજકીય પક્ષોના આશરે 65 જેટલા સાંસદોએ પણ મને પત્ર લખ્યો છે. તેમાંથી કેટલાક તો રૂબરૂ મળવા આવી પણ ચૂક્યા છે, અને બાકીના લોકો આજે સાંજ સુધીમાં આવવાની અપેક્ષા છે. આ તમામ લોકોએ મને મારા ઉપવાસ સમાપ્ત કરવા માટે અપીલ કરી છે અને યાદ અપાવ્યું છે કે મારે રાષ્ટ્રની સેવામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. હું તેમની વાત સાથે સંમત છું. હું જીવવા માંગુ છું. હું મારા વિદ્યાર્થીઓ, શિક્ષણ અને મારા જીવનને સાર્થક બનાવનાર કામો તરફ પાછા ફરવા માંગુ છું. પરંતુ, જે યુવાનો માટે આ આખી ચળવળ શરૂ થઈ હતી, તેમના ભોગે હું આવું ન કરી શકું."

આ પણ વાંચોઃ દિલ્હીમાં હાઈવોલ્ટેજ ડ્રામા: પીએમ આવાસ બહારથી રાહુલ-પ્રિયંકાની અટકાયત, અખિલેશને હટાવાયા

યુવાનો સામે કોઈ કાર્યવાહી ન થાય તે જ મુખ્ય શરત

અંતમાં, સોનમ વાંગચુકે સરકારને સીધી અપીલ કરતા જણાવ્યું હતું કે સરકાર એવી પાકી ખાતરી આપે કે આ આંદોલનમાં ભાગ લેનારા કોઈપણ યુવાન વિરોધીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ યુવાનોનો એકમાત્ર ગુનો એટલો જ છે કે તેમણે એક જવાબદાર શિક્ષણ પ્રણાલી માટે પોતાનો અવાજ ઉઠાવ્યો. તેમણે કહ્યું, "જો આવી ખાતરી આપવામાં આવે, તો હું એવા વિશ્વાસ સાથે મારા ઉપવાસનો અંત લાવીશ કે સરકારે માત્ર મારી અપીલ જ નથી સાંભળી, પરંતુ દેશના લાખો યુવા ભારતીયોની આકાંક્ષાઓને પણ સમજી છે."

Frequently Asked Questions

સોનમ વાંગચુક ઉપવાસ સમાપ્ત કરવા શા માટે તૈયાર છે?

તેઓ ઉપવાસ સમેટવા તૈયાર છે, પરંતુ મુખ્ય શરત એ છે કે આંદોલનકારી વિદ્યાર્થીઓ સામે કોઈ કાનૂની કાર્યવાહી ન થાય. જો આ ખાતરી મળે, તો તેઓ પારણાં કરશે.

સોનમ વાંગચુકની સરકાર પાસે મુખ્ય માંગણીઓ શું છે?

તેમની માંગણીઓમાં પેપર લીકથી આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને વળતર, સંસદમાં ચર્ચા અને શિક્ષણ મંત્રીના રાજીનામાનો સમાવેશ થાય છે. વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી ન થવાની ખાતરી પણ અગત્યની છે.

સોનમ વાંગચુકની મુલાકાત કયા મંત્રીઓએ લીધી હતી?

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહે હોસ્પિટલમાં તેમની મુલાકાત લીધી હતી. તેમણે વાંગચુકને ખાતરી આપી કે સરકાર કેટલાક મુદ્દાઓ પર સકારાત્મક રીતે વિચારશે.

'ચલો સંસદ' કૂચનું સ્વરૂપ કેવું રહ્યું?

20 જુલાઈના રોજ યોજાયેલી 'ચલો સંસદ' કૂચ પોલીસના બળપ્રયોગ છતાં એકદમ શાંતિપૂર્ણ રહી હતી. વાંગચુકે આશા વ્યક્ત કરી કે વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો સામે કોઈ કાર્યવાહી ન થાય.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
પેપર લીક વિવાદ: નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓ બરતરફ, કેટલાક સામે થશે કાનૂની કાર્યવાહી 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
હિમાચલ પ્રદેશમાં ટાટા સૂમો પર પહાડ તૂટી પડતા 13 લોકોના કમકમાટી ભર્યા મોત 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
10 વર્ષની જેલ, 10 કરોડ દંડ, પેપર લીક સંશોધન બિલને મોદી કેબિનેટની મંજૂરી 
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Rain Hair Care: મોનસૂનમાં હેર ફોલની વધી ગઇ છે સમસ્યા? જાણો હેર કેર ટ્રીટમેન્ટ
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget