શોધખોળ કરો
Advertisement
વિપક્ષી નેતાઓની બેઠકમાં સોનિયા ગાંધીએ 20 લાખ કરોડના પેકેજને લઈને મોદી સરકાર પર કર્યા પ્રહાર
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામા આજે દેશની 22 મોટી વિપક્ષી પાર્ટીઓની વીડિયો કૉન્ફરન્સના માધ્યથી બેઠક કરી હતી.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની અધ્યક્ષતામા આજે દેશની 22 મોટી વિપક્ષી પાર્ટીઓની વીડિયો કૉન્ફરન્સના માધ્યથી બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના વાયરસની મહામારી વચ્ચે શ્રમિકોની સ્થિતિ અને હાલના સંકટ સામે સરકાર તરફથી ઉઠાવવામાં આવેલા પગલા અને આર્થિક પેકેજ પર મુખ્ય રીતે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં સપા,બસપા અને આમ આદમી પાર્ટીએ ભાગ નહોતો લીધો.
વિપક્ષી નેતાઓની બેઠકમાં સોનિયા ગાંધીએ પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી તરફથી જાહેર કરવામાં આવેલા 20 લાખ કરોડના આર્થિક પેકેજને મજાક ગણાવ્યો હતો.
આ બેઠકમાં ચર્ચાની શરૂઆત પહેલા નેતાઓએ બંગાળ અને ઓરિસ્સામાં આવેલા એમ્ફાન વાવાઝોડાના કારણે મૃત્યુ પામેલા લોકોની યાદમાં થોડીવાર માટે મૌન રાખ્યું હતું. બાદમાં સોનિયા ગાંધીએ સૌથી પહેલા પોતાની વાત રાખતા કહ્યું, સરકાર લોકડાઉનના દિશા-નિર્દેશોને લઈને અવઢવમાં છે અને તેણે તેમાંથી નિકળવા માટે કોઈ રણનીતિ તૈયાર નથી કરી.
વિપક્ષી પાર્ટીઓએ કેંદ્ર સરકારને એમ્ફાન વાવાઝોડાને રાષ્ટ્રીય આપદા જાહેર કરવાનો આગ્રહ કર્યો હતો અને પ્રભાવિત રાજ્યોને આ આપદાના પ્રભાવથી ઉગારવા માટે મદદની માંગ કરી હતી.
આ બેઠકમાં કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતા શરદ પવાર,પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવેગૌડા,પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી,શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે,ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેન,સીતારામ યેચુરી,ડિએમકે નેતા સ્ટાલિન, રાજદ નેતા તેજસ્વી યાદવ, નેશનલ કૉન્ફરન્સના ઉમર અબ્દુલ્લા સહિત ઘણા મોટા નેતાઓ સામેલ થયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દેશ
દેશ
Advertisement