શોધખોળ કરો
Advertisement
સોનિયા ગાંધી સાથે વિપક્ષી નેતાઓની વીડિયો કૉન્ફરન્સ કાલે, SP-BSP નહી થાય સામેલ
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે શુક્રવારે વીડિયો કૉન્ફરન્સના માધ્યથી બેઠક બોલાવી છે.
નવી દિલ્હી: કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિપક્ષી નેતાઓ સાથે શુક્રવારે વીડિયો કૉન્ફરન્સના માધ્યથી બેઠક બોલાવી છે. આ વીડિયો કૉન્ફરન્સ માં કોરોના વાયરસને રોકવા મટે વિપક્ષી દળો અને તેમની સરકાર દ્વારા ઉઠાવવામાં આવી રહેલા પગલાઓ પર ચર્ચા કરવામાં આવશે.
શુક્રવારે બપોરે 3 વાગ્યે યોજાનારી આ વીડિયો કૉન્ફરન્સ માં કોરોના વાયરસ સામે લડવા માટે મોદી સરકારના કામની સમીક્ષા પણ થશે. આ સાથે જ યોગી સરકાર સાથે થયેલા બસ વિવાદ પર પણ ચર્ચા થવાની શક્યતા છે. વિપક્ષી પાર્ટીઓ આ વીડિયો કૉન્ફરન્સ માં મોદી સરકારને ઘેરવાની રણનીતિ બનાવશે.
આ વીડિયો કૉન્ફરન્સમાં અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટી અને માયાવતીની બહુજન સમાજ પાર્ટી સામેલ નહી થાય. ABP Newsને સપા સૂત્રોએ જણાવ્યું કે સમાજવાદી પાર્ટીનો આ બાબતે કોઈએ સંપર્ક નથી કર્યો.
બસપાના વરિષ્ઠ સૂત્રોએ ABP Newsને જણાવ્યું કે પાર્ટી આ ચર્ચામાં સામેલ નહી થાય. ઉલ્લેખનીય છે કે રાજસ્થાનમાં બસપાના ધારાસભ્યોને કૉંગ્રેસમાં સામેલ કરવામાં આવ્યા બાદ માયાવતી કૉંગ્રેસથી નારાજ છે.
હવે જોવાનું એ રહેશે કે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની આ બેઠકમાં શિવસેના અને આમ આદમી પાર્ટી પણ સામેલ થશે કે નહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion