sonia-gandhi: સોનિયા ગાંધીએ રાજકીય સંન્યાસના આપ્યા સંકેત, કહ્યું, મારી કારકિર્દી....
Congress 85th Preliminary Session: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે.
Congress 85th Preliminary Session: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી છત્તીસગઢની રાજધાની રાયપુરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ આ દેશમાં માત્ર એક રાજકીય પક્ષ નથી, પરંતુ તે આ દેશની જીવંત લોકશાહી છે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ રાયબરેલીથી હવે ચૂંટણી નહીં લડે. આમ તેમણે રાજનીતિમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપી દીધી છે. જો કે, હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Our victories in 2004&2009 along with the able leadership of Dr Manmohan Singh gave me personal satisfaction but what gratifies me most is that my innings could conclude with the Bharat Jodo Yatra, a turning point for Congress: Cong MP & UPA chairperson Sonia Gandhi in Raipur https://t.co/EPG2ByMUrf pic.twitter.com/irStn2XzPY
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
મોદી સરકાર પર પ્રહાર
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ શાસક હરીફ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, કેન્દ્ર સરકાર દરેક બંધારણીય સંસ્થાનો ખોટો ઉપયોગ કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ અને દેશ માટે આ પડકારજનક સમય છે. ભાજપ-આરએસએસએ દેશની એક-એક સંસ્થા પર કબજો જમાવ્યો છે અને તે સંસ્થાઓને બરબાદ કરવાનું કામ કરી રહ્યું છે. કેટલાક ઉદ્યોગપતિઓ સાથે મળીને દેશને આર્થિક રીતે બરબાદ કરવાનું કામ કર્યું છે.
This is a challenging time for Congress & the country as a whole. BJP-RSS has captured and subverted every single institution in the country. It has caused economic ruin by favouring a few businessmen: Cong MP & UPA chairperson Sonia Gandhi in Raipur, Chhattisgarh pic.twitter.com/ad4JQ3cFrd
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) February 25, 2023
ખડગેએ પણ આકરા પ્રહારો કર્યા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સંમેલનમાં ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, ભાજપે દેશની લોકશાહી તોડવાનું ષડયંત્ર રચ્યું છે. બધાએ તેનો વિરોધ કરવો પડશે. ખડગેએ વધુમાં કહ્યું કે વર્તમાન સરકાર આકાશ, ધરતી અને પાતાળ, દેશની તમામ વસ્તુઓ વેચવાનું કામ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારમાં બેઠેલા લોકોના ડીએનએ ગરીબ વિરોધી છે. આ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે વિદેશ મંત્રી પર પણ આકરા પ્રહારો કર્યા, તેમણે કહ્યું, વિદેશ મંત્રી એસ. જયશંકરનું આ નિવેદન મોટી નિષ્ફળતાની નિશાની છે કે ચીન એક મોટી અર્થવ્યવસ્થા છે, આવી સ્થિતિમાં તેના પર હુમલો ન કરી શકાય.