Heart Attacks: કોવિડ અને વેક્સીનેશનથી હાર્ટ એટેકનો ખતરો વધ્યો ? જાણો કોણે આપ્યું આ નિવેદન
દેશમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કેસમાં વધારો થયો છે. યુવાનોને જિમમાં કસરત કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.
COVID Heart Attacks: દેશમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કેસમાં વધારો થયો છે. યુવાનોને જિમમાં કસરત કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. એવામાં હાર્ટ એટેકના ખતરાને કોરોના સાથે જોડવામાં આવી રહ્યું છે. WHOના ભૂતપૂર્વ મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને મંગળવારે કહ્યું કે તે સ્પષ્ટ છે કે કોવિડ પછી હાર્ટ એટેક, ડાયાબિટીસ, સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. સૌમ્યા સ્વામીનાથને કહ્યું કે કોવિડ બાદ હાર્ટ એટેકનો ખતરો વેક્સીન લીધા બાદના મુકાબલે 4થી 5 ગણો વધારે છે. કોરોના સંક્રમણ હાર્ટ એટેક માટે મુખ્ય કારણ છે. એ વાતની આશંકા ઓછી છે કે વાયર એવી રીતે બદલાશે કે તે રસી દ્વારા બનેલી ઈમ્યૂનિટીને ખતમ કરી શકે, પંરતુ સતત દેખરેખ રાખવી મહત્વપૂર્ણ છે.
ડૉક્ટરનું શું કહેવું છે ?
આ પહેલા નેશનલ હાર્ટ ઈન્સ્ટીટ્યૂટ નવી દિલ્હીના વિઝિટિંગ કન્સલટન્ટ ડૉ વિક્રમ કેશરી મોહંતીએ હાલમાં મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે કોવિડ-19 કોઈપણ સિસ્ટમને પ્રભાવિત કરી શકે છે. મુખ્ય રીતે ફેફસા અને હાર્ટ પર તેનો પ્રભાવ પડે છે. તેમણે કહ્યું કે વાયરલ સંક્રમણ હૃદય પર સોજા કરી સ્નાયુને અસર કરી શકે છે અને આ રીતે અંગોને નુકસાન પહોંચાડે છે. જેને માયોકાર્ડિટિસ તરીકે ઓળખવામાં આવે છે.
દેશમાં કોરોનાની સ્થિતિ
દેશમાં કોરોનાની સ્થિતિની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના 169 નવા કેસ નોંધાયા છે. જ્યારે સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા વધીને 2,257 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વધીને 5,30,771 થઈ ગઈ છે.
વેક્સીનના અત્યાર સુધીમાં 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા
આંકડા મુજબ, ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 4,46,86,371 થઈ ગઈ છે. મંત્રાલયે કહ્યું કે સંક્રમણથી સાજા થવાનો રાષ્ટ્રીય દર 98.80 ટકા છે. આંકડાઓ અનુસાર દેશમાં કોવિડ-19ને મ્હાત આપવાના લોકોની સંખ્યા વધીને 4,41,53,343 થઈ ગઈ છે, જ્યારે મૃત્યુ દર 1.19 ટકા નોંધાયો છે. દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19 વિરોધી રસીના 220.63 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.
દેશમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકને કેસમાં વધારો થયો છે. યુવાનોને જિમમાં કસરત કરતા હોય ત્યારે હાર્ટ એટેક આવવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.