શોધખોળ કરો
આઇશા સુસાઇડ કેસ બાદ જાગ્યું સંવેદન, આજથી યુવતીઓ માટે દેશભરમાં શરૂ થશે આ મિશન, જાણો શું છે વિગત
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આત્મહત્યા કરનાર આઇશાની ઘટનાએ લોકોની સંવેદનાને ઝંઝોળી નાખી છે. આ ઘટના બાદ દેશભરમાં આજથી એક મિશન શરૂ થઇ રહ્યું છે. શું છે અભિયાન? અને તેનો ઉદેશ શું છે જાણીએ...
![આઇશા સુસાઇડ કેસ બાદ જાગ્યું સંવેદન, આજથી યુવતીઓ માટે દેશભરમાં શરૂ થશે આ મિશન, જાણો શું છે વિગત Start Awareness campaign agaist dowry in every mosques આઇશા સુસાઇડ કેસ બાદ જાગ્યું સંવેદન, આજથી યુવતીઓ માટે દેશભરમાં શરૂ થશે આ મિશન, જાણો શું છે વિગત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/03/05164009/7.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદની યુવતી આઇશાએ સાબરમતીમાં કૂદીને જિંદગી ટૂંકાવી દીધી. સુસાઇડ પહેલા આઇશાએ તેમની વ્યથા વીડિયો દ્રારા વ્યક્ત કરી હતી. આઇશાની સુસાઇડ બાદ તેમના પર ગુજારવામાં આવેલા અત્યાચારની ઘટનાઓ પણ પ્રકાશમાં આવી છે. દહેજના કારણે આઇશાનો પતિ તેને ત્રાસ આપતો હોવાની ફરિયાદ પણ સુસાઇડ પહેલા આઇશાના પિતાએ નોંધાવી હતી. આ મામલે કેસ પણ ચાલી રહ્યો હતો. જો કે આ બધાથી કંટાળી આખરે આઇશાએ જીંદગીને જ અલવિદા કહી દીધું પરંતુ તેમનું મૃત્યુ અનેક વેધક સવાલ છોડી ગયું છે. આઇશા સુસાઇડ કેસના પગલે હવે દહેજના વિરોધ જાગૃતિ અભિયાન દેશભરમાં ચલાવવાનુ નક્કી કરવામાં આવ્યું છે. જેથી અન્ય કોઇ આઇશાનો અંત આવો ન આવે.
આજ સાંજથી દેશભરની મસ્જિદમાં નમાઝ બાદ એક મિશન શરૂ કરાશે. દેશભરની દરેક મસ્જિદમાં દહેજ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવશે, મુસલિમ સમુદાયે સાડા પાંચ લાખ મસ્જિદથી આ મિશન શરૂ કરાવાનો નિર્ણય લીઘો છે. આજથી દેશભરની મસ્જિદોમાં નમાઝ બાદ નિકાહને લઇને શરિયતના આદેશને બતાવવામાં આવશે. મસ્જિદના માધ્યમથી પતિને તેમના કર્તવ્યો વિશે સભાન કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)