શોધખોળ કરો
Advertisement
નાગરિકતા સંશોધન કાયદો લાગુ કરવાનો ઇનકાર નહીં કરી શકે રાજ્ય: ગૃહ મંત્રાલય
6 રાજ્યોએ પોતાના રાજ્યોમાં નાગરિકતા સંશોધન એક્ટને લાગુ નહી કરવાની જાહેરાત કરી દીધી છે.
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન એક્ટને પૂર્વોત્તર ભારતમાં વિરોધ પ્રદર્શન ચાલું છે. સાથે વિપક્ષ પાર્ટીઓ પણ સતત વિરોધ કરી રહી છે. કૉંગ્રેસ આ કાયદાને ગેરબંધારણીય ગણાવ્યો છે. જ્યારે હવે પંજાબ બાદ કૉંગ્રેસ શાસિત મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ બન્ને રાજ્યોના મુખ્યમંત્રીઓએ પાર્ટીના વલણને સમર્થન આપતા પોતાના રાજ્યોમાં લાગું કરવાનો ઇનકાર કરી દીધો છે. જો કે, ગૃહમંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારને તેને અસ્વીકાર કરવાનો અધિકાર નથી.
ગૃહમંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, રાજ્ય સરકારોએ નાગરિકતા સંશોધન એક્ટ 2019ને લાગુ નહીં કરવાનો કોઈ અધિકાર નથી. કારણ કે તેને બંધારણની 7મી અનુસૂચિ અંતર્ગત સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. તેથી રાજ્ય સરકાર પાસે તેને અસ્વીકાર કરવાનો કોઈ જ અધિકાર નથી.
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કહ્યું કે નાગરિતા સંશોધન બિલને લઈને કૉંગ્રેસ પાર્ટીએ જે પણ વલણ અપનાવ્યું છે. જેનું અમે પાલન કરીએ છીએ. તેમણે કહ્યું છે. શું આપણે એ પ્રક્રિયાનો હિસ્સો બનવા માંગીએ છે જે ભાગલાનું બીજ વાવે છે?Govt sources on five states which have said that they will not implement #CitizenshipAmendmentAct: Issue of citizenship comes under the union list by 7th schedule of the Constitution. Such amendment is applicable to all states. pic.twitter.com/yxMTVjHseI
— ANI (@ANI) December 13, 2019
બીજી બાજુ છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે કહ્યું કે નાગરિકતા સંશોધ બિલ પર અમારુ વલણ કૉંગ્રેસ પાર્ટીના વલણથી અલગ નથી અમે પણ આ બિલનો વિરોધ કરીએ છીએ. કારણ કે આ ગેરબંધારણીય છે.Madhya Pradesh Chief Minister Kamal Nath: Whatever stand the Congress party has taken on Citizenship Amendment Act, we will follow that,do we want to be a part of a process that sows seeds of divisiveness? (file pic) pic.twitter.com/Ktr2pkftLc
— ANI (@ANI) December 13, 2019
મહારાષ્ટ્રના ગૃહમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે શિવસેના પર કોઈ દબાણ નથી અને હશે પણ નહીં. ઉદ્ધવ ઠાકરે જનતાના હિત માટે નિર્ણય લેવા માટે સક્ષમ છે. કૉંગ્રેસના નેતા બાલાસાહેબ થોરાટે કહ્યું કે અમે પોતાની પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની નીતિનું પાલન કરીશું. આ પહેલા પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ સરકારે પણ પોતાના રાજ્યોમાં આ કાયદો લાગુ નહી કરવાની જાહેરાત કરી દીધી છે.Chhattisgarh Chief Minister Bhupesh Baghel: Our stand won't be different from what is being taken by All India Congress Committee (AICC) on #CitizenshipAmendmentAct. Our stand is same as them. pic.twitter.com/eYNQOsZFma
— ANI (@ANI) December 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement