શોધખોળ કરો

9 રાજ્યોમાં હિંદુઓને લઘુમતીનો દરજ્જો આપવાની માંગ, કેન્દ્રએ SCને કહ્યું- રાજ્યો ઈચ્છે તો કરી શકે છે

કેન્દ્ર સરકારે આ દલીલ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આપી છે, જેમાં તેમણે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાન અધિનિયમ, 2004ની કલમ 2 (f) ની માન્યતાને પડકારી છે.

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્ય સરકારો પણ રાજ્યની મર્યાદામાં હિન્દુઓ સહિત ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને લઘુમતી તરીકે જાહેર કરી શકે છે. કેન્દ્ર સરકારે આ દલીલ એડવોકેટ અશ્વિની કુમાર ઉપાધ્યાય દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીના જવાબમાં આપી છે, જેમાં તેમણે રાષ્ટ્રીય લઘુમતી શૈક્ષણિક સંસ્થાન અધિનિયમ, 2004ની કલમ 2 (f) ની માન્યતાને પડકારી છે.

ઉપાધ્યાયે તેમની અરજીમાં કલમ 2(f) ની માન્યતાને પડકારી છે, કહ્યું છે કે તે કેન્દ્રને અપાર સત્તા આપે છે જે "સ્પષ્ટપણે મનસ્વી, અતાર્કિક અને નુકસાનકારક છે." તેણે લઘુમતીઓની ઓળખ માટે માર્ગદર્શિકા નક્કી કરવા માટે નિર્દેશોની માંગ કરી છે. તેમની દલીલ એવી છે કે દેશના ઓછામાં ઓછા 10 રાજ્યોમાં હિંદુઓ પણ લઘુમતી છે, પરંતુ તેમને લઘુમતી યોજનાઓનો લાભ મળતો નથી.

લઘુમતી બાબતોના મંત્રાલયે તેના જવાબમાં જણાવ્યું છે કે હિંદુ, યહૂદી, બહાઈ ધર્મના અનુયાયીઓ આ રાજ્યોમાં તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકે છે અને રાજ્યમાં લઘુમતી તરીકે તેમની ઓળખને લગતી બાબતો પર રાજ્ય સ્તરે વિચાર કરવામાં આવી શકે છે. તે (કાયદો) કહે છે કે રાજ્ય સરકાર રાજ્યની મર્યાદામાં ધાર્મિક અને ભાષાકીય સમુદાયોને લઘુમતી સમુદાયો તરીકે પણ જાહેર કરી શકે છે.

ઘણા રાજ્યોએ અન્ય સમુદાયોને લઘુમતી તરીકે જાહેર કર્યા છે

મંત્રાલયે કહ્યું કે, ‘ઉદાહરણ તરીકે મહારાષ્ટ્ર સરકારે 'યહૂદીઓ'ને રાજ્યની મર્યાદામાં લઘુમતી તરીકે જાહેર કર્યા છે, જ્યારે કર્ણાટક સરકારે ઉર્દૂ, તેલુગુ, તમિલ, મલયાલમ, મરાઠી, તુલુ, લમાણી, હિન્દી, કોંકણી અને ગુજરાતીને પોતાની સરહદમાં લઘુમતી ભાષાને સૂચિત કરવામાં આવી છે.’

કેન્દ્રએ કહ્યું, "તેથી રાજ્યો લઘુમતી સમુદાયોને પણ સૂચિત કરી શકે છે. અરજદારે આરોપ લગાવ્યો છે કે લદ્દાખ, મિઝોરમ, લદ્દવેપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં યહૂદીઓ, બહાઈઓ અને હિંદુ ધર્મના અનુયાયીઓ તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકતા નથી, તે ખોટું છે. ''

મંત્રાલયે કહ્યું કે યહુદી, બહાઈ અને હિંદુ ધર્મના અનુયાયીઓ અથવા જેઓ રાજ્યની સીમામાં લઘુમતીઓ તરીકે ચિહ્નિત થયા છે, તેઓ ઉલ્લેખિત રાજ્યોમાં, રાજ્ય સ્તરે તેમની પસંદગીની શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકે તેના પર રાજ્યસ્તેર વિચાર કરી શકાય છે.

રાજ્યોને લઘુમતી બાબતોમાં કાયદો બનાવવાનો અધિકાર છે

મંત્રાલય દ્વારા દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ-1992ને સંસદ દ્વારા બંધારણની કલમ-246 હેઠળ લાગુ કરવામાં આવ્યો છે, જેને સાતમી અનુસૂચિ હેઠળ સમવર્તી સૂચિની એન્ટ્રી 20 સાથે વાંચવી જોઈએ. મંત્રાલયે કહ્યું, "જો એ મતને સ્વીકારવામાં આવે છે કે લઘુમતીઓના મુદ્દાઓ પર કાયદો બનાવવાનો અધિકાર માત્ર રાજ્યોને જ છે, તો આવી સ્થિતિમાં સંસદને આ વિષય પર કાયદો બનાવવાની તેની સત્તાથી વંચિત કરવામાં આવશે જે બંધારણથી વિરાધોભાસી હશે. ''

કેન્દ્રએ કહ્યું, "રાષ્ટ્રીય લઘુમતી અધિનિયમ, 1992 ન તો મનસ્વી કે અતાર્કિક નથી અને ન તો બંધારણની કોઈપણ જોગવાઈનું ઉલ્લંઘન કરે છે." કલમ-2(f) કેન્દ્રને અપાર સત્તા આપે છે.

એડવોકેટ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે "સાચી લઘુમતીઓને લાભ આપવાનો ઇનકાર અને યોજના હેઠળ "મનસ્વી અને અતાર્કિક" વિતરણ તેમના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે. "વૈકલ્પિક રીતે નિર્દેશ આપ્યો છે કે લદ્દાખ, મિઝોરમ, લક્ષદ્વીપ, કાશ્મીર, નાગાલેન્ડ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પંજાબ અને મણિપુરમાં રહેતા યહૂદીઓ, બહાઈઓ અને હિંદુ ધર્મના અનુયાયીઓ તેમની પોતાની મરજી અને ટીએમએ પાઈના નિર્ણય અંતર્ગત શૈક્ષણિક સંસ્થાઓની સ્થાપના અને સંચાલન કરી શકે છે.”

લઘુમતીઓને અધિકાર મળવા જોઈએ

નોંધનીય છે કે TMA પાઈ ફાઉન્ડેશન કેસમાં સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો હતો કે રાજ્યને તેની મર્યાદામાં લઘુમતી સંસ્થાઓમાં રાષ્ટ્રીય હિતમાં ઉચ્ચ-કુશળ શિક્ષકો પ્રદાન કરવા માટે નિયમનકારી શાસન લાગુ કરવાનો અધિકાર છે જેથી કરીને શિક્ષણમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી શકાય. ઉલ્લેખનીય છે કે, સર્વોચ્ચ અદાલતે અગાઉ કેન્દ્રના પાંચ સમુદાયોને લઘુમતી, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ અને પારસી તરીકે જાહેર કર્યા વિરુદ્ધ વિવિધ હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓને સુપ્રીમ કોર્ટમાં સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપી હતી અને તેમાં મુખ્ય સમુદાયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. અરજી. હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patidar Samaj : Karsan Patelના નિવેદનથી રાજકારમ ગરમાયું, હાર્દિક પટેલે શું કહ્યું?HMPV Virus In India : HMPV વાયરસની ભારતમાં એન્ટ્રીથી મચ્યો ખળભળાટ, ક્યાં નોંધાયો કેસ?Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
પ્રથમ કેસ... HMPV વાયરસની ગુજરાતમાં એન્ટ્રી, અમદાવાદમાં બે વર્ષનું બાળક થયું સંક્રમિત
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
HMPV Virus: ચીનમાં તબાહી મચાવનારા નવા વાયરસથી ગુજરાત સરકાર સતર્ક, જાહેર કરી માર્ગદર્શિકા
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
ઉદ્યોગપતિ કરશન પટેલ પર MLA હાર્દિકના પ્રહાર, કહ્યું- 'આંદોલનથી શું મળ્યું, કરશનભાઈને ખબર ન હોય, તે કરોડપતિ છે'
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: અચાનક શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1200થી વધુ પોઇન્ટનો ઘટાડો
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
HMPV Virus: ચીનમાં ફેલાઇ રહેલો HMPV વાયરસનો ભારતમાં નોંધાયો પ્રથમ કેસ, આઠ મહિનાની બાળકી સંક્રમિત
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Cold Wave: ઉત્તરાયણ પહેલા કૉલ્ડવેવનું મોજુ ફરી વળશે, જાણો ઠંડીની લેટેસ્ટ આગાહી અંગે...
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
Girnar RopeWay: ગિરનાર પર્વત પર ફરી રૉપ-વે સર્વિસ બંધ, ભારે પવનો ફૂંકાતા લેવાયો નિર્ણય
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
HMPV VIRUS: આવા લોકોને જલદી શિકાર બનાવી રહ્યો છે ચીનમાં ફેલાયેલો HMPV વાયરસ, જાણો કેવી રીતે બચશો?
Embed widget