શોધખોળ કરો
Advertisement
દીકરીનાં લગ્નમાં 500 કરોડ રૂપિયા ખર્ચનારા આ ભારતીયના માથે 24 હજાર કરોડનું દેવું, જાણો અબજોની સંપત્તિ ક્યાં જતી રહી?
અતિ સમૃદ્ધ પ્રમોદ મિત્તલ સ્ટીલ ફેમિલી સાથે જોડાયેલા છે, અને સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તના નાના ભાઇ છે, પ્રમોદ મિત્તલનુ કહેવુ છે કે તે હવે માત્ર 110000 પાઉન્ડ એટલે કે દોઢ કરોડ રૂપિયાની સંપતિના જ માલિક છે
નવી દિલ્હીઃ સ્ટીલ જગતના દિગ્ગજ ગણાતા બિઝનેસમેન પ્રમોદ મિત્તલ પર મોટી આફત આવી પડી છે. પ્રમોદ મિત્તલને બ્રિટનના સૌથી મોટો દેવાળિયા બનવાનો વારો આવ્યો છે. પોતાની દિકરીના લગ્નમાં 50 મિલિયન પાઉન્ડ એટલે કે 500 કરોડ રૂપિયાનો ખર્ચ કરનારા આ બિઝનેસમેનને આજે દેવાળિયા થવાનો વારો આવ્યો છે. તેમને દાવો કર્યો છે કે તેમના પર 2.5 બિલિયન પાઉન્ડ એટલે કે 23750 કરોડ રૂપિયાનુ દેવુ છે, જેના કારણે તે બ્રિટનના સૌથી મોટા દેવાળિયા જાહેર થઇ શકે છે.
64 વર્ષીય પ્રમોદ મિત્તલનુ કહેવુ છે કે તેમને પોતાની બધી સંપતિ એક નાણાંકીય સૌદામાં ગુમાવી દીધી છે, ત્યારબાદ હવે તેની પાસે વ્યક્તિગત આવકનુ કોઇ સાધન નથી. તેમનો દાવો છે કે તેમના નામ પર ફક્ત દિલ્હીની નજીક એક જમીન છે, જે તેમને એકસમયે 45 પાઉન્ડ એટલે કે 4300 રૂપિયામાં ખરીદી હતી.
અતિ સમૃદ્ધ પ્રમોદ મિત્તલ સ્ટીલ ફેમિલી સાથે જોડાયેલા છે, અને સ્ટીલ કિંગ લક્ષ્મી મિત્તના નાના ભાઇ છે, પ્રમોદ મિત્તલનુ કહેવુ છે કે તે હવે માત્ર 110000 પાઉન્ડ એટલે કે દોઢ કરોડ રૂપિયાની સંપતિના જ માલિક છે, અને તેમના લેણદારોને તેમના દ્વારા આપવામાં આવેલા દરેક પાઉન્ડ માટે ફક્ત 0.18 પૈસા પાછળ ચૂકવણુ લેવા પર એક કરાર પર સહમત થઇ જવુ જોઇએ.
બિઝનેસમેન પ્રમોદ મિત્તલે એક વ્યક્તિત સ્વૈચ્છિક વ્યવસ્થામાં પોતાની આર્થિક સ્થિતિ વિશે જણાવ્યુ હતુ,જેમાં તેમને દાવો કર્યો હતો કે તેમને મૂળ રીતે દેવુ કર્યુ છે, તે વ્યાજના કારણે અનેકગણુ વધી ગયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
અમદાવાદ
બિઝનેસ
Advertisement