શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ મેચો બંધ હોવાથી મિત્રો સાથે ગલીઓમાં ક્રિકેટ રમવા નીકળ્યો આ દિગ્ગજ ક્રિકેટર, તસવીર વાયરલ
ઓસ્ટ્રેલિયાના ઘાતક બેટ્સમેન સ્ટીવ સ્મિથે પોતાના મિત્રો સાથે ગલી ક્રિકેટ રમવાની મજા માણી છે. વાયરલ તસવીરમાં સ્મિથ પોતાના મિત્રો સાથે ગલી ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે
નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે ક્રિકેટની લગતી ગતિવિધિઓ છેલ્લા ચાર મહિનાથી બંધ પડેલી છે. જોકે, ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ટેસ્ટથી ક્રિકેટ ફરીથી શરૂ થઇ છે. પણ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ખેલાડીઓ હજુ પણ ક્રિકેટ મેચોથી દુર છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માત્ર નેટ્સમાં જ પ્રેક્ટિસ કરી રહ્યાં છે. ત્યારે દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથની એક તસવીર સામે આવી છે. જે લૉકલ ક્રિકેટની છે.
ઓસ્ટ્રેલિયાના ઘાતક બેટ્સમેન સ્ટીવ સ્મિથે પોતાના મિત્રો સાથે ગલી ક્રિકેટ રમવાની મજા માણી છે. વાયરલ તસવીરમાં સ્મિથ પોતાના મિત્રો સાથે ગલી ક્રિકેટ રમતો દેખાઇ રહ્યો છે.
આ તસવીર ખુદ સ્મિથે પૉસ્ટ કરી છે. જેને ઇન્સ્ટાગ્રામ પર લખ્યું- બેટિંગ ટિપ્સ માટે ધન્યવાદ. આના બદલામાં હું તમને એ ટિપ્સ પર કામ કરવામાં મદદ કરીશુ, ગલી ક્રિકેટ.....
ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન હાલમાં જ પોતાના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. સ્મિથે પોતાના ચાર મિત્રો સાથે ગાર્ડનમાં બેસેલી એક તસવીર શેર કરી હતી. આ તસવીરમાં લખ્યું હતુ કેટલાક સારા માણસો સાથે શાનદાર સમય. સ્ટીવ સ્મિથ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ છે.
સ્ટીવ સ્મિથ હાલના સમયમાં ટેસ્ટ ક્રિકેટમાં દુનિયાનો નંબર વન બેટ્સમેન છે. જોકે, ઓસ્ટ્રેલિયામાં કોરોના વાયરસના કેરના કારણે હજુ સ્મિથના મેદાન પર વાપસીના આસાર નથી દેખાઇ રહ્યાં.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રાઇમ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement