Covid virus: લાંબા સમયથી કોરોનાગ્રસ્ત રહેલી વ્યક્તિને રિકવરી બાદ પણ આ બીમારીનું જોખમ
આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.
Covid virus:આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.
દિર્ધકાલીન કોવિડને નિષ્પક્ષ રીતે પરિભાષિત કરવાના માપદંડ હજુ સુધી નિશ્ચિત નથી થયા. જો કે whoએ તાજેતરમાં જ જણાવ્યું કે, કોરોનાની રિકવરી બાદ પણ ગંભીર રીતે બીમાર લોકોમાં બે મહિના સુધી કોરોના લક્ષણો જોવા મળે છે.
જીટીબી હોસ્પિટલના ચિકિત્સક આમીર મરૂફનું કહેવું છે કે, કેટલાક દર્દીઓ તો સાજા થયા બાદ પણ ફરી ભરતી થઇ રહ્યાં છે.તેમણે કહ્યું કે, દીર્ઘકાલીન કોવિડ એક એવી બીમારી અને વિષય છે. જેના પર શોધ માટે ક્લિનિકલ પ્રેકટિસને ધ્યાનમાં રાખવી પડશે. જીવનની ગુણવત્તા અને પરિવાર તથા સમુદાયની આર્થિક સ્થિતિ પર તેની અસરને પણ સારી રીતે સમજવી જરૂરી છે.
દીર્ઘકાલીન કોવિડના પ્રભાવ વિશે તેમણે કહ્યું કે, તે કોરોનાની જેમ ઘાતક ગંભીર નથી. સમય સાથે તેમાં સુધાર જોવા મળી રહ્યો છે.સામાન્ય રીતે કોવિડથી રિકવરી બાદ મધ્યમ કે હળવા લક્ષણો મહેસૂસ થાય છે. સાંધામાં દુખાવો, વાળ ખરવા, શ્વાસ લેવામાં તકલીફ વગેરે લક્ષણો લાંબા સમય સુધી જોવા મળે છે.
કોવિડની સંક્રમિત થયા બાદ પણ આવા લક્ષણો દેખાતા હોય તો વ્યક્તિ ટીબી જેવી બીમારીનો પણ આ સ્થિતિમાં ભોગ બની શકે છે. તેના કારણે જ કોવિડ બાદ ટીબીના કેસમાં પણ વધારો થયો છે.આરોગ્ય નિષ્ણાતોએ કહ્યું છે કે, લાંબા ગાળાથી કોરોના વાયરસથી સંક્રમિત રહ્યાં હોય તેવા લોકોને જો પહેલાથી ડાયાબિટિશ કે કિડિની સંબંધિત બીમારી હોય તો તેને વધુ ગંભીર કરી શકે છે.
આ પણ વાંચો
મનમાની કરતા સરકારી બાબુને CM ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દમાં આપી સૂચના, જાણો શું આપી ચેતવણી